For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટડીના પીપળી ગામે યુવકને બે મિનિટમાં લાકડીના 64 ફટકા માર્યા

01:20 PM Sep 12, 2024 IST | Bhumika
પાટડીના પીપળી ગામે યુવકને બે મિનિટમાં લાકડીના 64 ફટકા માર્યા
Advertisement

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના પીપળી ગામમાં ચાર દિવસ પહેલાં રાત્રિના સમયે ત્રણ લોકોએ કોઈ કારણોસર એક યુવકને ઢોરમાર માર્યા હોવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. એક મહિલા સહિત ત્રણ લોકોએ માત્ર બે મિનિટમાં જ લાકડીથી 64 ફટકા મારી યુવકને અધમૂઓ કરી નાખ્યો હતો. એક શેરીમાં જ્યારે લોકો યુવકને માર મારી રહ્યા છે ત્યારે જ પોલીસનું એક વાહન પણ ઘટનાસ્થળે આવે છે. પોલીસની હાજરીમાં પણ આ લોકો યુવકને માર મારતા નજરે પડી રહ્યા છે. પાટડીના પીપળી ગામમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા હવે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભુત હોવાનું જણાવાયું છે.

ત્રણ લોકો લાકડી વડે એક યુવકને ઢોરમાર મારતા હોવાના એક સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જે 7 સપ્ટેમ્બરના રાત્રિના 2 વાગ્યા હોવાનું જણાઈ આવે છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે પાટડી તાલુકા પીપળી ગામનો છે. જેમાં એક પરિવારના લોકો મળીને એક યુવકને પકડીને લાકડી વડે ઢોરમાર મારતા હોવાનું વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં એક મહિલા સહિત ત્રણ લોકો યુવકને મકાનના એક ખાંચામાં નીચે પાડી દઈને ઉપરાછાપરી લાકડી વડે ફટકારી રહ્યા છે. અંદાજે બે મિનિટના સમયમાં જ આ ત્રણ લોકો 64 ફટકા મારતા જોવા મળી રહ્યા છે. બનાવ સ્થળે પોલીસનું વાહન આવતા પણ નજરે પડી રહ્યું છે.

Advertisement

આ બાબતે સુરેન્દ્રનગર એસપી ડો. ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ કેસમાં યુવાનને માર મારનારા વ્યક્તિએ જ પોલીસને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી હતી. બાદમાં એ ઘાયલ યુવાનને તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમા લઈ જવાયો હતો. બાદમાં અમારી પોલીસ ટીમ ફરિયાદ નોંધવા ગઈ ત્યારે એ યુવાને પોલીસને એમ કહ્યું હતું કે, મને મારનારા વ્યક્તિ મારા મામા હોવાથી મારે આમાં કોઈ ફરિયાદ નોંધાવવી નથી. પરંતુ આ કેસમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement