ધોરાજી મેળાના મેદાનમાં ખડકાયેલ ભંગારના ડેલા હટાવાયા
01:09 PM May 31, 2025 IST
|
Bhumika
Advertisement
ધોરાજીમાં રેવન્યુ વિભાગ હસ્તકની જમીન પર થયેલ દબાણ દૂર કરાયા બહારપુરા વિસ્તારમાં ઉર્ષ મેળાના ગ્રાઉન્ડમાં સ્ક્રેપના ધંધાર્થીઓએ લારી અને કેબિન મૂકી અને ગેરકાયદેસર રીતે કર્યું હતું દબાણ 300 જેટલા સ્ક્રેપના ધંધાર્થીઓએ રેવન્યુ વિભાગની જમીન પર ગેર કાયદેસર દબાણ ખડક્યું હતું.
Advertisement
નગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા દબાણો દૂર કરાયા અનેક દબાણકર્તાઓને નગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ અનેક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા.
પાણીના પરબ અને લાકડાના ગોડાઉન પર નગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી ફેરવી દેવાયું રેવન્યુ વિભાગની 17000 ચોરસ મીટર જેટલી જમીન પર થયેલ દબાણ દૂર કરાયા 18 કરોડ 70 લાખ રૂૂપિયાની જમીન ખુલી કરાઈ ડેપ્યુટી કલેકટર મામલતદાર અને ચીફ ઓફિસર અને પોલીસ અધિકારીની હાજરીમાં નગર પાલિકાના 100 જેટલા કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા.
Next Article
Advertisement