ઓખા-નાથદ્વારા ટ્રેનમાં વોશ બેસીનમાં ગંદકીના ગંજ, સાફ-સફાઇનો અભાવ
વ્સનીઓ દ્વારા જાહેર સ્થળો અને સરકારી જગ્યાઓમા ગમે ત્યા પિચકારીઓ મારી સરકારી અને જાહેર મિલકતોને ગોબરી ગંધારી કરતા હોય છે ઓખા-નાથદ્વારા ટ્રેનમા પણ બોશ બેસિંગમા વ્યસનીઓ દ્વારા પિચકારીઓ મારી ગંદી કરી નાખવામા આવી હતી જેનાથી અન્ય મુસાફરોને ભારે હાલાકી થઇ હતી.
આર.ટી.આઈ એક્ટિવિસ્ટ, લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારકા ખાતે દ્વારકાધીશના ધ્વજારોહણ કાર્યક્રમમાં તારીખ 23/09 બિલાસપુર નાથદ્વારા ઓખા ટ્રેન નંબર 22940 માં રાજકોટ થી 13-52 ઉપડેલી ટ્રેનમાં ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં ટ્રેનની અંદર શૌચાલયની બાજુમાં રહેલી કેટલીક વોશ બેજિંગ (ગેંડી) ગંદકીગ્રસ્ત અને પાનની પિચકારી ના ડાઘા હોય પાણીનો પણ નિકાલ ન હોય સાબુવાળું પાણી છલોછલ ભરેલ હતું અન્ય વોશ બેજિંગ પણ પાણીથી ભરાયેલી હતી જે પગલે ગજેન્દ્રસિંહ ઝાલાએ પશ્ચિમ રેલ્વે અમદાવાદ મંડલમાં ફરિયાદ કરી ચાલુ ટ્રેનેજ સફાઈ કર્મચારી ને બોલાવી તેમની સાથે જઈ જેટલી ગેંડીઓ ગંદકી ગ્રસ્ત હતી તે તમામ વોશ બેઝિંગની સફાઈ કરાવી હતી.