યાત્રાધામ દ્વારકામાં આખલાઓન આતંક સામે હાઇકોર્ટમાં PIL
યાત્રાધામ દ્વારકામાં છાશવારે આખલાઓ બાખડતાં હોવા અંગે અનેકવિધ સમાચાર માધ્યમો તથા સોસીયલ મીડિયામાં સમાચારો તથા વિડીયો વાયરલ થતા હોવા છતાં નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી ના અભાવે આખલાઓના અવાર નવારના ત્રાસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કર્યા બાદ પણ નગરપાલિકાએ હાલ સુધી માત્રને માત્ર કોન્ટ્રકટ માટે વર્ક ઓર્ડર કરી સંતોષ માની લીધો હોય તેમ નક્કર કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ અંગે અરજદારે કોર્ટને કહ્યું કે દ્વારકાની શેરીઓમાં 2 હજાર આખલા, પર્યટકોને મારે છે, જે અનુસંધાને હાઇકોર્ટે નગર પાલિકા પાસે જવાબ માંગતા નગરપાલિકા તંત્રે દસ દિવસની મુદત માંગી છે.
ગુજરાત હાઇકોર્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાથી વકીલ વિનોદચંદ્ર ઠાકરે એક જાહેર હિતની અરજી દાખલ કરી છે. જે મુજબ દ્વારકામાં જીવલેણ આખલાઓએ ઘણા બધા જીવ લીધા છે. દ્વારકા નગર પાલિકા આ સંદર્ભે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી. આંખલાઓને રાખવા માટે સ્પેશ્યલ જગ્યા ફાળવાઈ છે, પણ આખલાઓને ત્યાં રખાતા નથી. આ રખડું આખલા દ્વારકામાં આવતા પર્યટકો માટે ભયરૂૂપ સાબિત થયા છે. આખલાઓને પકડવા માટે સમયાંતરે ડ્રાઇવ કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. દ્વારકા નગરપાલિકા વતી ઉપસ્થિત થયેલા સરકારી વકીલે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા આખલાઓને પકડવા માટે સમયાંતરે ડ્રાઇવ કરવામાં આવે છે અને તેઓને ગૌશાળામાં પૂરવામાં આવે છે. જમીન ઉપર કામ થતું નથી.
હાઇકોર્ટે દ્વારકા નગર પાલિકાના ચીફ ઓફિસર પાસે માંગ્યો જવાબ હાઇકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, અરજદારની અરજીમાં જણાવ્યા મુજબ 2 હજાર આખલા દ્વારકાની શેરીઓમાં રખડી રહ્યા છે. આ એક ધાર્મિક સ્થળ અને પર્યટન સ્થળ છે. જ્યાં અનેક લોકો આવતા હોય છે. અરજદારે પોતાની અરજીમાં જુદી જુદી ઘટનાઓ ટાંકી છે. દ્વારકા નગર પાલિકાના ચીફ ઓફિસર 2 અઠવાડિયામાં જવાબ આપે કે આંખલાઓનો ત્રાસ દૂર કરવા તેઓએ શું કર્યું ? આ અંગે દ્વારકા નગરપાલિકા ઇન્ચાર્જ ઓફિસર સી બી ડોડીયા એ જણાવ્યું કે ફરી હાઇકોર્ટ ખાતે 19/12 તારીખ પડી છે.