ત્રણ વાર સમન્સની બજવણી ન કરનાર પી.આઇ. સામે ક્ધટેમ્પ્ટની કાર્યવાહીની નોટિસ
ચેક રિટર્ન કેસમાં ગાંધીનગર કોર્ટે આરોપી સામે ત્રણ વાર સમન્સ (પ્રોસેસ) ઇશ્યૂ કર્યા છતાં પોલીસે તેની બજવણી કરી ન હતી. ઉપરાંત ન બજવણી થયેલા સમન્સ કોર્ટમાં પરત મોકલ્યા ન હતા. તેથી ગાંધીનગર કોર્ટે બોડકદેવ પોલીસ ઇન્સ્પેક્ટર સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ મોકલી ખુલાસો માગ્યો છે. જો પીઆઇ હાજર રહી ખુલાસો નહીં કરેે તો તેમણે કોઇ ખુલાસો કરવાનો રહેતો નથી તે માની ઙઈં સામે ઈછઙઈની કલમ 350 (ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ) મુજબ પગલાં લેવાશે અને ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરાશે તેવી નોટિસમાં કોર્ટે નોંધ મૂકી છે.
ગાંધીનગરના સત્યનારાયણસિંહ હોંશિયારસિંહ આહીરે મેસર્સ રામે એગ્રી ઇન્ફ્ર. પ્રા.લી. અને તેના પ્રોપરાઇટર સંજય ઉર્ફે સંજુ રાજેન્દ્ર કશ્યપ (રહે. થલતેજ) સામે ગાંધીનગર કોર્ટમાં જુદી જુદી ચેક રિટર્નની ત્રણ ફરિયાદો વર્ષ 2019માં કરી હતી. ફરિયાદ દાખલ થયાના થોડા સમય બાદ કોરોના આવતા કેસ પડી રહ્યો હતો. ત્યારબાદ વારંવાર સમન્સ છતાં આરોપીને તેની બજવણી ન થતા તે કોર્ટમાં હાજર રહેતો ન હતો. ગાંધીનગર કોર્ટ તરફથી ત્રણ ચેક રિટર્નના કેસમાં તબક્કાવાર 19 જૂન, 10 જુલાઇ અને 18 સપ્ટેમ્બર 2024ના રોજ કોર્ટે પ્રોસેસ ઇશ્યૂ કર્યા હતા. ઉપરાંત આરોપી બોડકદેવ વિસ્તારમાં રહેતો હોવાથી પોલીસે પ્રોસેસની બજવણી કરવા કોર્ટે નિર્દેશ આપ્યો હતો. જો કે, પોલીસે ત્રણ પૈકી એક પણ કેસમાં પ્રોસેસની બજવણી કરી ન હતી અને ન બજવણી થયેલા પ્રોસેસ કોર્ટમાં પરત મોકલવાની તસ્દી પણ પોલીસે લીધી ન હતી. આરોપીને પ્રોસેસ ન બજ્યો હોવાને કારણે કેસ પુરાવા પર પેન્ડિંગ રહેતો હતો. જેથી આ વાતની ગંભીર નોંધ લીધી હતી અને બોડકદેવ પીઆઇ સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીની નોટિસ ગાંધીનગર કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.એમ.કલોત્રાએ ઇશ્યૂ કરી ખુલાસો માગ્યો છે.
આરોપીએ વર્ષ 2011માં બગોદરા ખાતે ધર્મસિટી નામક સ્કીમ મૂકી હતી અને 3 વર્ષની સમય મર્યાદામાં સ્કીમ પૂરી કરી પઝેશન આપવાનું નક્કી કરાયું હતું. જેથી ફરિયાદીએ ત્રણ પ્લોટના નિયત કરેલા પૈસા 7 માર્ચ 2011ના રોજ ભર્યા હતા. સમય મર્યાદામાં સ્કીમ પૂર્ણ ન થતા ફરિયાદીએ સામેવાળા પાસે ચૂકવેલી રકમ માગી હતી ત્યારે ભરેલા પૈસા અને નુકસાની વળતર આપવાનું ફરિયાદીએ વચન આપ્યું હતું અને તે પેટે ત્રણ ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન જતા 2019માં ચેક રિટર્નની ફરિયાદ કરાઈ હતી.