જેતપુરના પી.આઇ.નું સીએમના હસ્તે સન્માન
ગાંધીનગર ખાતે મંગળવારે જેતપુર સીટી પીઆઈ. એ.ડી. પરમારને રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવેલ. 2021/22ના વર્ષમા પીઆઈ પરમારે જામનગર ખાતે (ACB) એન્ટી કરપ્શન બ્યુરોમા ફરજ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરતાં તેઓને સન્માનિત કરવામાં આવેલ મંગળવારે ગાંધીનગર ખાતે અંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે જેતપુર સીટી પોલીસ ઓફીસર પરમાર સહિત એસીબીના અધીકારીઓનું સન્માન કરવામાં આવેલ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસના પ્રસંગે એનટી કરપ્શન બ્યુરોની પ્રશંસા કરતાં જણાવ્યું કે એજન્સી ગરીબોનેને સહાય કરવા પ્રતિબધ્ધતા પુર્વક કાર્ય કરે છે મુખ્યમંત્રી એ એ વાત પર ભાર મુક્યો કે એવી પરિસ્થિતિ ઉભી કરવી જરૂૂરી છે કે જયા પ્રમાણિકતા અને પ્રમાણિક વ્યવહાર સમાજમાં એટલા ઉંડે સુધી વણાઈ જાય કે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવવાની જરૂૂર જ ન રહે ઉપ. મુખ્યમંત્રી હર્ષ સંધવીની હાજરીમાં મુખ્યમંત્રી એ ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એસીબીમા શ્રેષ્ઠ કામગીરી બદલ જેતપુર સીટી પીઆઈ.એ.ડી.પરમાર સહિત 10 અધીકારીઓનું સન્માન કર્યું હતું.