લીવ રીઝર્વમાં રહેલા પી.આઈ. કૈલાને સાયબર ક્રાઈમમાં મુકાયા
એ-ડિવિઝનના પીએસઆઈ પરમારની ક્ધટ્રોલ રૂમમાં બદલી
શહેરના એક પીઆઈ અને પીઅસેઆઈની આંતરીક બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કર્યો છે. જેમાં લીવરિઝર્વમાં રહેલા અગાઉ એસઓજીમાં અને આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવી ચુકેલા જેએમ કૈલાને સાયબર ક્રાઈમમાં મુકવામાં આવ્યા છે. જ્યારે એ ડિવિજન પોલીસ મથકના પીએસઆઈ પરમારને ક્ધટ્રોલમાં મુકવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આજે એક પીએસઆઈ અને પીઆઈના આંતરીક બદલીના હુકમ કર્યા હતાં. અગાઉ એસઓજી તેમજ આર્થિક ગુના નિવારણ સેલમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ લિવરિઝર્વમાં રહેલા પીઆઈ જેએમ કૈલાને સાયબર ક્રાઈમના સીનીયર પીઆઈ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે એડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ પરમારને પોલીસ ક્ધટ્રોલરૂમમાં મુકવામાં આવ્યા છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, ટુંક સમયમાં જ પોલીસ કમિશનર દ્વારા વધુ એક વખત પીઆઈની આંતરીક બદલીઓના હુકમો કરવામાં આવનાર છે અને જેમાં રાજકોટ શહેરમાં ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં બનેલા બનાવોને ધ્યાને લઈ નવી બદલીઓ કરવામાં આવશે. તેમ પોલીસ વિભાગના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.