For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ ભરતી માટે 8મીથી શારીરિક કસોટી બુધવારથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

01:42 PM Dec 27, 2024 IST | Bhumika
પોલીસ ભરતી માટે 8મીથી શારીરિક કસોટી બુધવારથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઉમેદવારો માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂૂ થશે, જે લગભગ 2 મહિના સુધી ચાલશે. શારીરિક કસોટી માટે 1 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. ભરતી બોર્ડ દ્વારા અનેક જિલ્લાઓમાં મેદાન તૈયાર કરવાના સૂચનો આપવામાં આવ્યા છે.
શારીરિક કસોટી PSI  અને લોકરક્ષક માટે યોજાશે, જેમાં વિવિધ શહેરો અને પોલીસ તાલીમ સંસ્થાઓના ગ્રાઉન્ડ પર આ કસોટી યોજવામાં આવશે. આમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, સીઆર પીએફના વિવિધ સ્થળો જેવા મેદાનો સામેલ છે.

Advertisement

આ ભર્તી માટે 12,000 નવી નોકરીઓ આપવામાં આવશે, જેમાં PSI ના 597, કોન્સ્ટેબલ સહિત જછઙના 6600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલના 3302, જછઙના 1000 અને જેલ સિપાહીની 1013 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો 1 જાન્યુઆરીએ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને 8 જાન્યુઆરીથી શરૂૂ થતાં શારીરિક કસોટી માટે તૈયાર થઈ શકશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement