ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ફૂલનદેવી હત્યા કેસના આરોપી શેરસિંહ રાણાની સુરતમાં ફિલ્મી સ્ટાઇલ રેલી

06:08 PM Oct 16, 2025 IST | Bhumika
Advertisement

ફૂલનદેવી હત્યા કેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેરસિંહ રાણાના સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર જ 25 જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતા પોલીસે તપાસ હાથ ધરી છે. શેરસિંહ રાણાની ફિલ્મી સ્ટાઈલમાં નીકળેલી રેલી અને સ્વાગતના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

Advertisement

રાષ્ટ્રીય જન લોક પાર્ટીના સંયોજક શેરસિંહ રાણા સુરતની મુલાકાતે ઓલપાડના વડોલી અને વાંક કીમ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા હતા. તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં લીધા વિના તેમના સમર્થકોએ તેમને વીઆઇપી સન્માન આપવા માટે કાયદાના નિયમોને નેવે મૂક્યા હોવાનું સામે આવ્યું છે.

રાણાના સ્વાગત માટે એરપોર્ટ પર 25થી વધુ કારો આવી પહોંચી હતી, જેમાંથી તમામ કારો કાળા રંગની લક્ઝરી સેડાન અને એસયુવી હતી. આ કાળા કાફલાએ જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને શહેરના રસ્તાઓ પર ધાક જમાવી હતી. પોલીસ કે વહીવટી તંત્રની કોઈ પૂર્વ મંજૂરી લીધા વિના આ કાફલો દિવસ દરમિયાન કાઢવામાં આવ્યો હતો. આ રેલીની રીલ્સ અને વીડિયો રાત્રે પણ બનાવવામાં આવ્યા હતા, જે ગુજરાત કરણી સેના યુવા કાર્યકારીના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવ્યા હતા, જેનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વધુ પ્રકાશમાં આવી.

શેરસિંહ રાણા મૂળ નામ પંકજ સિંહ હંમેશા ચર્ચામાં રહ્યા છે. 2001માં સાંસદ ફૂલનદેવીની હત્યાનો આરોપ તેમના પર છે, જે તેમણે બેહમઈ હત્યાકાંડનો બદલો લેવા માટે કરી હોવાનો દાવો કર્યો હતો. આ ગુનામાં જેલમાં ગયા બાદ, 2004માં તેઓ તિહાર જેલમાંથી નાટકીય રીતે ફરાર થઈ ગયા હતા. જેલમાંથી ભાગ્યા બાદ તેઓ અફઘાનિસ્તાન પહોંચ્યા અને ત્યાંથી પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ ભારતમાં લાવવાનો દાવો કરીને મીડિયામાં છવાઈ ગયા હતા. હાલમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી ચલાવે છે અને તેમનું નામ 2025માં સમાજવાદી પાર્ટીના સાંસદને ધમકી આપવાના વિવાદમાં પણ આવ્યું હતું. નોંધનીય છે કે, તેમના જીવન પર આધારિત બોલિવૂડ ફિલ્મ પણ બની રહી છે.

Tags :
gujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement