ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

11:45 AM Nov 03, 2025 IST | admin
Advertisement

ખંભાળિયા નજીકના દ્વારકા ઓવર બ્રિજ પાસેથી આજરોજ બપોરે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો છે. જે અંગે પોલીસ દ્વારા મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement

પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા શહેરની પાદરમાં આવેલા ઓવરબ્રિજ નજીકની મઢૂલી હોટલ પાસેથી આશરે 40 થી 45 વર્ષની વયના એક અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા ખંભાળિયા પોલીસને કરવામાં આવી છે. મૃતક યુવાને બ્લુ કલરનું પીળા તથા કાળા કલર વાળા પટ્ટાનું ટીશર્ટ પહેર્યું છે. તેના જમણા હાથ પર હિન્દીમાં રઘુદાસ સંગદિપા ત્રોફાવેલું છે. ઉપરોક્ત યુવાનના પરિવારજનોએ ખંભાળિયા પોલીસ મથકના ફોન નંબર 63572 40735 ઉપર સંપર્ક સાધવા તપાસનીસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલની એક યાદીમાં જણાવ્યું છે.

Tags :
gujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement