For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિ.માં વિરોધ બાદ Ph.dની ફીમાં 700નો ઘટાડો

05:50 PM Nov 19, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્ર યુનિ માં વિરોધ બાદ ph dની ફીમાં 700નો ઘટાડો
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી નોંધણીની ફિમાં 300 ટકા જેટલો તોતીંગ વધારો કરાતા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને છાત્ર સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તેની સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નમતુ મુકયુ હતું અને ફીમાન 700નો ઘટાડો કરી રૂા.1500 માંથી રૂા.800 ફી કરાઇ છે. ફિમાં ઘટાડો કરવા છતાં પણ વિદ્યાર્થીઓને 300 રૂપીયા ફી વધારો તો ભરવો જ પડશે.

કુલપતિ દ્વારા ફીમાં ઘટાડો કરવામાં આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઙવ.ઉ. રજીસ્ટ્રેશન ફીમાં 300 ટકાનો વધારો કરી નાખવામાં આવ્યો હતો એટલે કે ગત વર્ષે જે વિષયોમાં ઙવ.મ. પ્રવેશ પરીક્ષા લેવામાં આવી તેમાં ફી રૂૂ. 500 હતી તો આ વર્ષે 26 વિષયો કે જેમાં ઙવ.ઉ. પ્રવેશ પરીક્ષા લેવામાં આવી નથી તેમાં રૂૂ. 1500 લેવાનુ તો જે 3 વિષયોમાં જ્યા પરીક્ષા લેવામાં આવશે તેમાં ફી રૂૂ. 2000 કરી નાખવામાં આવી હતી. ઇ ગ્રેડ ધરાવતી આ યુનિવર્સિટીમાં પીએચડી કરવું મોંઘુ બનતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની સમસ્યા રજૂ કરવામાં આવતા સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે સૌપ્રથમ કુલપતિને રજૂઆત કરી હતી. ત્યારબાદ ગજઞઈંએ કુલપતિની ગેરહાજરીમાં રજીસ્ટ્રારનો ઘેરાવ કર્યો હતો અને તેથી વિદ્યાર્થી નેતાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. બાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કુલપતિને ફી ઘટાડવા માટે અલ્ટીમેટ આપ્યું હતું. આ દરમિયાન આજે તાત્કાલિક કુલપતિ દ્વારા ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 વિષયમાં પીએચડી કરવા માટે 224 બેઠક સામે 10 ગણા વધુ એટલે કે 2212 વિદ્યાર્થીઓએ દાવેદારી નોંધાવી હતી. નેશનલ એલિજિબિલિટી ટેસ્ટનું પરિણામ જાહેર થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 26 વિષયમાં પ્રવેશ માટે જીસીએએસ મારફત ફોર્મ ભરતા 2212 વિદ્યાર્થીઓ પાસેથી નેટની પરીક્ષામાં પાસ થયાનું સર્ટિફિકેટ ઓનલાઇન અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 190થી વધુ નીટ પાસ વિદ્યાર્થીઓએ પીએચડી કરવા માટે રજીસ્ટ્રેશન ફી ભરી ફોર્મ ભર્યું છે. જોકે, રજીસ્ટ્રેશન ફી રૂૂ. 500થી વધારી રૂૂ. 1500 કરી નાખવામાં આવી હતી. ફીમાં એકસાથે 300 ટકાનો વધારો થતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ ફાટી નીકળ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નીટ પરીક્ષા પાસ હોય એવા વિદ્યાર્થીઓને જ પીએચડીમાં એડમીશન મળશે એવા નિર્ણયથી અગાઉ પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કરી લીધી છે એવા તમામ વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. ગાઇડના અભાવે ગત વર્ષે પીએચડીમાં એડમીશન ન મેળવી શકતા વિદ્યાર્થીઓને આ વર્ષે પણ પ્રવેશ ન મળતા તેઓમાં ભારે કચવાટ ફેલાયો છે. નીટ પાસને જ એડમિશનથી ગાઈડને લીલા લેર અને વિદ્યાર્થીઓને નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 વિષયની પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા મંગળવારે કોમ્પ્યુટર સેન્ટર ઉપરથી લેવાશે જેમાં રૂૂરલ સ્ટડીઝ, ફાર્મસી અને ફિઝિયોથેરાપીમાં 29 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન યોજવાની છે જે માટેનો રિપોર્ટિંગ ટાઈમ 11 વાગ્યાનો છે. કમ્પ્યુટર પર ઓનલાઈન પરીક્ષા યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement