For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં PGVCLની મેગા ડ્રાઇવ, 90 સ્થળેથી ગેરરીતિ ઝડપાઇ

03:47 PM Oct 29, 2025 IST | admin
રાજકોટમાં pgvclની મેગા ડ્રાઇવ  90 સ્થળેથી ગેરરીતિ ઝડપાઇ

40 ટીમો ઓચિંતા ત્રાટકતા વીજચોરોમાં ફફડાટ: 90 સ્થળેથી ગેરરીતિ ઝડપાતા 29 લાખની રિકવરી કરાઇ

Advertisement

રાજકોટમાં નવા વર્ષના પ્રારંભે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઓચિંતી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા થોડા દિવસથી વીજળીની માંગમાં થયેલા અચાનક વધારાને પગલે 40 જેટલી ટીમો ત્રાટકી હતી. અને જુદા-જુદા વિસ્તારમાં 906 કનેક્શનની તપાસ કરી હતી. જેમાં વીજચોરી કરતી 90 જગ્યાઓ પરથી રૂૂ. 29 લાખની વીજચોરી પકડી પાડી છે. તહેવારોના માહોલમાંPGVCLની આ સખત કાર્યવાહીને કારણે વીજચોરોને લાખો રૂૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે અને તંત્રએ નવા વર્ષે આવકરૂૂપી પબોણીથ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબPGVCLની આ ઓચિંતી કાર્યવાહી રાજકોટ શહેર-2 ડિવિઝન હેઠળ આવતા માધાપર, પ્રદ્યુમનનગર, બેડીનાકા, રૈયા રોડ તેમજ આસપાસની 25થી વધુ સોસાયટીઓમાં કરવામાં આવી હતી.

આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજવપરાશની માંગમાં અસામાન્ય વધારો નોંધાયો હતો. જેને પગલે તંત્રને વીજચોરીની શંકા ગઈ હતી. આ શંકાના આધારેPGVCL દ્વારા સ્થાનિક સબ-ડિવિઝનની ટીમો સાથે મળી કુલ 40 ટીમો તૈયાર કરવામાં આવી હતી.

Advertisement

આ ઝુંબેશ દરમિયાન કુલ 906 વીજ કનેક્શનની સઘન તપાસ કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન કુલ 90 જગ્યાએથી વીજચોરી પકડવામાં આવી હતી. વીજચોરી કરનારાઓમાં મોટાભાગના આસામીઓએ વીજ મીટરમાં ટેક્નિકલ ચેડાં કરીને મીટર બાયપાસ કર્યા હોવાનું જણાયું હતું. જ્યારે કેટલાક તત્વો દ્વારા ડાયરેક્ટ લંગરીયા નાંખીને મુખ્ય લાઈનમાંથી વીજળી ખેંચવામાં આવી રહી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement