ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગ કામગીરીનો પ્રારંભ

12:16 PM Nov 28, 2025 IST | Bhumika
Advertisement

શહેરના વીજળી પુરવઠામાં વર્ષોથી રહેલ પ્રશ્ને જેવું કે વરસાદ-વાવાઝોડા દરમિયાન વારંવાર લાઇટ જવા જેવા પ્રશ્નોને પૂર્ણવિરામ આપવા ની દિશામાં રાજુલા માટે ઐતિહાસિક વિકાસ પગલું ભરાયું છે. સમગ્ર શહેરમાં કુલ 38 કિલોમીટર અંડર ગ્રાઉન્ડ ઇલેવન કે.વી. વાયરિંગ કામ રૂૂ. 6.50 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીનું ખાતમુરત માર્કેટિંગ યાર્ડ સામે શહીદ ચોક ખાતે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે યોજાયું.

Advertisement

ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ પી.જી.વી.સી.એલના સંપૂર્ણ ટીમને આ મહત્વપૂર્ણ કાર્ય માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, રાજુલા શહેરમાં વીજ પુરવઠાની સમસ્યાઓ વર્ષોથી નાગરિકોની કંટાળાજનક સમસ્યા બની ગઈ હતી. હવે અંડર ગ્રાઉન્ડ વાયરિંગ થઈ જતાં રાજુલા શહેરમાં નિરંતર, સુરક્ષિત અને સ્થિર વીજ પુરવઠો સુનિશ્ચિત થશે. કાર્યક્રમ દરમિયાન પી.જી. વી.સી.એલના અધિકારીઓ નાયબ ઇજનેર એમ.એમ. શિયાળ, આર.એ. બાલાઇ, કે.કે. સોલંકી, સી.ડી. નકુમ, એચ.એચ. રાઠોડ, જુનિયર ઇજનેર એમ.વી. ચુડાસમા, કે.એ. રાઠવા ઉપરાંત રવુભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ દવે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ, કારોબારી ચેરમેન હેમલ વસોયા ધવલ દુધરેજીયા તથા રણછોડભાઈ મકવાણા કૈલાશભાઈ શિયાળ ઘનશ્યામભાઈ મશરૂૂ. રજનીભાઈ જાળોદ્રા રાજેશભાઈ જાની ચિરાગભાઈ જોશી પરાગભાઈ જોશી અક્ષયભાઈ ધાખડા નગરપાલિકાના ચૂંટાયેલા સહિતના પ્રતિનિધિઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ, વેપારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsPGVCL startsRajularajula news
Advertisement
Next Article
Advertisement