For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PGVCL દ્વારા માર્ગદર્શિકા અને હેલ્પલાઇન નંબર જાહેર

05:57 PM Jan 11, 2025 IST | Bhumika
pgvcl દ્વારા માર્ગદર્શિકા અને હેલ્પલાઇન નંબર જાહેર

માનવંતા ગ્રાહકો તથા જાહેર જનતાને ઉતરાયણ પૂર્વે ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ યગાવતી વખતે અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખશો અને વીજ અકસ્માત ટાળશો.

Advertisement

માનવતાં ગ્રાહકો તથા જાહેર જનતાને ઉતરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારણ માટે પતંગ ચગાવતી વખતે નીચે જણાવેલ વિગતો / મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં રાખવા નમ્ર વિનંતી છે.

પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચઢશો નહિ. વીજળીના તાર કે કેબલને અડકશો નહિ.
વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતા સ્પાર્ક થવાની, તાર તૂટી જવાની, અકસ્માત થવાની તેમજ જોડેલ વીજ વપરાશના સાધનો (ઉપકરણ) બળી જવાની સંભાવના રહે છે.
થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળીયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે.
ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહિ, તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે.
નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ કિંમત જીદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખો.
ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહિ. તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે, જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઇ શકે છે.
* ઘરના ધાબાની નજીકથી વીજવાયરો પસાર થતા હોય તેની નજીકથી પતંગ ઉડાડસો નહિ.
મકરસંકાંતિ તહેવાર નિમિતે રાજકોટ શહેર ના વિવિધ વિસ્તારોમાં આવેલ પીજીવીસીએલ ની પેટા વિભાગીય કચેરીમાં સતત રાઉન્ડ ધ કલોક લાઈન સ્ટાફ ની ફાળવણી કરવામાં આવેલ છે. તેમજ ફિલ્ડ ના તમામ ઈજનેરો સતર્કતા સાથે ફોલ્ટ સેન્ટરના સંપર્ક માં રહે તે પ્રકારનું આયોજન કરેલ છે. કોઇપણ પ્રકારની વીજ સબંધી ઈમરજન્સી દરમ્યાન ફોલ્ટ સેન્ટર નંબરનો સંપર્ક કરવો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement