For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાણપુર તાલુકાના ગામોમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરો પર દરોડા: 12 લાખનો દંડ

11:11 AM Sep 29, 2025 IST | Bhumika
રાણપુર તાલુકાના ગામોમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરો પર દરોડા  12 લાખનો દંડ

બોટાદ જિલ્લાPGVCLના અધિક્ષક ઇજનેર કે.ડી.નીનામા ના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેર જે.જે.ગોહિલ તેમજ રાણપુરPGVCL કચેરીના નાયબ ઇજનેર આર.એ.ચૌધરી દ્વારા અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગઢડા અને રાણપુરની વીજ ચેકિંગ ટીમો દ્વારા રાણપુર શહેર સહિત રાણપુર તાલુકાના બરાનીયા, ધારપીપળા અણીયારી (કસ્બાતી), ગઢીયા, સાંગણપુર સહિતના ગામોમાં વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

Advertisement

પોલીસ બંદોબસ્ત સાથે 110 કરતાં વધુ વીજ કનેક્શન ચેક કર્યા હતા. જેમાંથી 33 વીજ કનેક્શનમાં ચોરી ઝડપાઈ હતી અને 33 વીજચોરો ને કુલ 12 લાખ રૂૂપિયા નો વીજચોરી નો દંડ ફટકારવામાં આવ્યો છે જેને લઇને વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે જ્યારે આ બાબતે બોટાદ જિલ્લાPGVCL ના અધિક્ષક ઇજનેર કે.ડી. નિનામા સાથે વાત કરતા તેઓ જણાવ્યું કે સમગ્ર બોટાદ જિલ્લામાં આગામી દિવસોમાં કોઈપણ ગામોમાં ગમે ત્યારે વીજ ચેકિંગ કરવામાં આવશે અને વીજચોરો ને ઝડપી લેવામાં આવશે.

જ્યારે આ બાબતે રાણપુર તાલુકાPGVCL કચેરીના નાયબ ઈજનેર આર.એ.ચૌધરી એ જણાવ્યું છે કે રાણપુર શહેર અને રાણપુર તાલુકાના જે ગામોમાં વીજ ચોરી થઈ રહી છે વીજચોરો વીજ ચોરી કરીને દેશને આર્થિક રીતે જે નુકસાન પહોંચાડી રહ્યા છે તેઓને વીજચોરી કરતા ઝડપી લઇ તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણની શેહ-શરમ રાખ્યા વગર વીજ ચોરી કરતા તત્વો ઉપર ગમે ત્યારે દરોડા પાડવામાં આવશે અને કોઈને છોડવામાં આવશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement