For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાલપુરના મેઘપર ગામે પીજીવીસીએલના કર્મચારી પર ત્રણ શખ્સોનો હુમલો

12:37 PM Sep 28, 2024 IST | Bhumika
લાલપુરના મેઘપર ગામે પીજીવીસીએલના કર્મચારી પર ત્રણ શખ્સોનો હુમલો
Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં પીજીવીસીએલના એક સેડ્યુલ કાષ્ટ કર્મચારીને મેઘપર ગામના ત્રણ શખ્સોએ લાઇટના પ્રશ્ને તકરાર કર્યા પછી ઢીકા પાટુ નો માર મારી, સેડ્યુલ કાષ્ટ જાતિ ના હોવાથી હડધૂત કરવા અંગેની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા અને લાલપુર ગ્રામ્ય વિસ્તારની પીજીવીસીએલની કચેરીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર કુમાર કાંતિલાલ કલાસવા નામના વીજ કર્મચારીએ પોતાને મારકુટ કરી ધમકી આપવા અંગે તેમજ પોતે શેડ્યૂલ કાસ્ટ ના હોવાથી પોતાને જાતિ પ્રથા કે અપમાનિત કરવા અંગે મેઘપર ગામના મયુરસિંહના દેવુભા કંચવા, શિવરાજસિંહ કરણસિંહ કંચવા, અને પ્રિયરાજસિંહ વીજયસિંહ કંચવા સામે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને તેમની સાથેના અન્ય વીજ કર્મચારીઓ મેઘપર ગામમાં લાઈટ ની ફરિયાદના પ્રશ્ને કામ પર ગયા હતા, જે દરમ્યાન ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ફરિયાદી રાજેન્દ્રકુમાર કલાસવા સાથે સૌપ્રથમ જીભાજોડી કર્યા પછી ઢીકા પાટુનો માર માર્યો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી, સેડ્યુલ કાષ્ટ ના હોવાથી તેઓને સમાજમાં હલકા પાડવા માટેનો પ્રયત્ન કરાયો હોવાથી તમામ સામે એસ્ટ્રોસિટી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement