ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

PGVCL દ્વારા કસ્ટમર કેર-હેલ્પલાઈન નંબર જાહેર

05:40 PM Jun 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ચોમાસાની સિઝનમાં વીજ ફોલેટ સહિતની ફરિયાદ નિવારવા 1000થી વધારે કર્મચારીઓને ખડેપગે રખાયા : સબ ડિવિઝનમાં 10 લોકોને ફરજ સોંપાઈ

સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે અને પ્રારંભમાં જ બારે મેઘ ખાંગા થતાં વિજપુરવઠાને પણ અસર થઈ છે અને 300થી વધારે સ્થળોએ ફોલેટની સમસ્યા સર્જાયેલ હતી. ચોમાસામાં વીજ ફોલ્ટ, શોર્ટ સર્કિટ, જાનહાની સહિતના બનાવોની જાણકારી આપવા માટે પીજીવીસીએલ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. હાલ ચોમાસાને ધ્યાનમાં રાખી 12 જિલ્લાના રાજકોટ સિટી અને રૂૂરલ, મોરબી, પોરબંદર, જામનગર, ભૂજ, અંજાર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર એમ 12 સર્કલમાં 46 ડિવિઝનના 276 સબ ડિવિઝનમાં કસ્ટમર કેર અને ફોલ્ટ સેન્ટર શરૂૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં દરેક સબ ડિવિઝનના લેન્ડલાઈન અને મોબાઈલ નંબર જાહેર કરાયા છે.

જ્યાં 2500 કર્મચારીઓની ટીમ 840 વાન સાથે વીજ ફોલ્ટ રિપેર કરવા ફરજમાં રાખવામાં આવ્યા છે. રાજકોટ પીજીવીસીએલ મેનેજીંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, વીજફોલેટ સહિતની તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીજીવીસીએલમાં 276 સબ ડિવિઝનો આવે છે. જેમાં દરેક સબ ડિવિઝનમાં 3 વ્યક્તિઓની 3 ટીમ બનાવવામાં આવી છે. એટલે કે એક સબ ડિવિઝન વાઇસ 9થી 10 લોકોની ટીમ ખડે પગે રહેશે. તેમની પાસે મટીરીયલ સહિતની ગાડી હોય છે. 2 કલાક, 4 કલાક અને 6 કલાકથી વધુ સમય સુધી કોઈ પણ વીજ ફોલ્ટની ફરિયાદનું નિવારણ ન થાય તો તેવી ફરિયાદોનું કોર્પોરેટ ઓફિસથી ખાસ મોનિટરિંગ પણ કરવામાં આવે છે. મેજર ફોલ્ટ હોય તો ફરિયાદ કરનાર વ્યક્તિને જાણ કરવામાં આવે છે.

ઘણી વખત વીજળી પડવાના બનાવને કારણે સબ ડિવિઝન લાંબો સમય સુધી બંધ રહેતું હોય છે. તાર તૂટી જાય ત્યારે કોઈ માનવીય જિંદગી મુશ્કેલીમાં ન મુકાય તે રીતે વીજ ફોલ્ટ દૂર કરવાનું કામ કરવામાં આવતું હોય છે. બાદમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવતો હોય છે. અંદાજે 2500 જેટલી ટીમો વીજ ફોલ્ટ નિવારણ માટે કાર્યરત રાખવામાં આવશે. પીજીવીસીએલનો વીજ ફોલ્ટ રિપેર કરવાનો એવરેજ રિસ્પોન્સ ટાઈમ 20 મિનિટથી અઢી કલાક સુધીનો છે. જ્યારે સરેરાશ 60 મિનિટની અંદર વીજ ફોલ્ટનું નિવારણ થઈ જાય છે.

Tags :
gujaratgujarat newsPGVCLPGVCL NEWSSaurashtra
Advertisement
Advertisement