ગોંડલના કોલેજ ચોક પાસે પેટ્રોલ પંપના માલિકનું રિક્ષાએ અડફેટે લેતા મોત
ગોંડલ નાં કોલેજચોક માં આવેલા અઢીયા પેટ્રોલ પંપ વાળા તેજસભાઇ અઢીયા નું અકસ્માત માં મોત નિપજતા શોક ફેલાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ની જુની પેઢી ગણાતી અઢીયા પેટ્રોલ પંપ નાં માલીક તેજસભાઇ ગત શુક્રવાર નાં સાંજે કાર લઇ પરિવાર સાથે રાજકોટ પ્રસંગ માં જતા હતા.આશાપુરા ચોકડી પાસે પોલીસ દ્વારા ચેકિંગ ચાલી રહ્યુ હોય તેજસભાઇ રોડની સાઈડ માં કાર થોભાવી પોલીસ ને લાયસન્સ બતાવવાં ગયા હતા.બાદમાં પરત ફરતી વેળા રોડ ક્રોસ કરી રહ્યા હતા.ત્યારે પુરપાટવેગે પસાર થઇ રહેલી રીક્ષા ચાલકે હડફેટ લેતા તેજસભાઇ ફંગોળાઇને રોડ પર પટકાયા હતા.તેમને ગંભીર ઇજાઓ સાથે ગોંડલ પ્રાથમીક સારવાર આપી રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.સારવાર દરમિયાન આજે સવારે તેમનું મૃત્યુ થયુ હતુ.
તેજસભાઇ બે ભાઇઓ નાં પરીવાર માં મોટા હતા.સંતાન માં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ હતુ.તેજસભાઇ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા હતા.તેમના અકસ્માતે થયેલા નિધનથી શોક ફેલાયો હતો.