રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લૈયારા ગામ સીમ વિસ્તારમાં ચાલતો પેટ્રોલ-ડીઝલ ચોરીનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડ

12:26 PM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

જામનગર જિલ્લામાં વધુ એક વખત ઇંધણ ચોરીનું ભૂત ધુણ્યું છે. પેટ્રોલ-ડીઝલ ચોરી મામલે મેઘપર ખાવડી, સિક્કા સહિતના વિસ્તારો કુખ્યાત છે. તેવામાં હવે જામનગર રાજકોટ હાઇવે પર લૈયારા ગામ નજીક ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરીનું કારસ્તાન સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ધ્રોલ તાલુકાના લૈયારા ગામ પાસે સોમનાથ હોટેલ સામે સિમ વિસ્તારમાં ચાલતા પેટ્રોલ-ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કંપનીમાંથી રવાના કરાયેલ ટેન્કર નિયત સ્થળે પહોંચે તે પૂર્વ ચાલક અન્ય શખ્સો સાથે મળી ટેન્કરમાંથી ઇંધણ કાઢી લેતા હતા, પોલીસે પેટ્રોલ ભરેલ ટેન્કર, કાર, કેરબા સહિત 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ધ્રોલ તાલુકાના લૈયારા ગામના પાટીયાથી આગળ સોમનાથ હોટલની સામે સીમના આવાવરુ રસ્તા પર થતા ઇંધણ ચોરીના કાંડને પોલીસે ઉઘાડું પાડ્યું છે. પોલીસે પાક્કી બાતમીના આધારે તા.16/02/2024 ના 9 વાગ્યાના સમયગાળા દરમિયાન રેડ પાડી હતી. આ દરમિયાન આરોપી દિપકભાઇ ઉર્ફે દિનેશભાઇ રાજુભાઇ માનસુરીયા (ઉવ:-32 ધંધો:-ડ્રાઈવીંગ હાલ રહે,ગોકુલપુરી મારૂૂતીનગર સીક્કા તા-જી જામનગર રહે:ઝાંખર ગામ, તા.લાલપુર જી.જામનગર) અને રમેશભાઇ ઉર્ફે ભરતભાઇ વાલજીભાઇ બેડીયા (ઉ.વ.38 રહે.જાળીયા માનસર ગામ તા.ધ્રોલ) શંકાસ્પદ હિલચાલ કરતા ઝડપાયા હતા. જેને પગલે પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા બન્ને આરોપી ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડિઝલની ચોરી કરતા ઝડપાયા હતા.જ્વલંતશીલ પ્રવાહી પેટ્રોલ-ડિઝલને ટેન્કરમાંથી ગેરકાયદે કાઢવાનુ ક્રુત્ય ઝડપયું હતું. જેને લઈને પોલીસે પેટ્રોલ ડીઝલ ભરેલ પ્લાસ્ટીકના 5980ની કિંમતના 4 કેરબા તથા પેટ્રોલ ભરેલ પ્લાસ્ટીકના કેન નંગ- 4 કુલ કિ.રૂૂ. 5760 તથા પેટ્રોલ-ડીઝલ ભરેલ એક ટેન્કર જે ટેન્કરની પેટ્રોલ-ડિઝલ સહિત કુલ કિ.રૂૂ. 24,15,422 તથા 1.50 લાખની એક કાર અને 8 હજારની કિમતનો મોબાઈલ સહિતનો 25,85,362 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે આ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પેટ્રોલ ડીઝલનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જતો હતો. તેમજ આ કાંડમાં અન્ય કોની કોની સંડોવણી છે તે સહિતની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ પ્રકરણની ધ્રોલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડી.પી.વઘોરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement