સાવરકુંડલામાં દેવળા ગેટ અને શાક માર્કેટ નજીક રમાતીઇંગોરિયાની રમત બંધ કરવા કલેકટરને આવેદન
સાવરકુંડલા દેવળા ગેઈટ વિસ્તાર તેમજ શાક માર્કેટ આજુબાજુના રહેવાસીઓ અને દુકાનદારોએ અમરેલી જીલ્લા કલેકટર, સાવરકુંડલા નાયબ કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર અને ટાઉન પોલીસ ઇંસ્પેક્ટરને દિવાળીના રાત્રીના નાની શાક માર્કેટ, દેવળા ગેઈટ વિસ્તારમાં ઇંગોરીયા, કોકડા, સીડી, રોકેટ જેવી રમાતી રમત આ દિવાળીની રાત્રીમાં અને આગામી તમામ દીવાળીની રાત્રીઓમાંના રમાય તેના માટે નિયમાનુસાર કાર્યવાહી કરવા અને પોલીસ ઓથોરિટીને આદેશ આપવા તેમજ ઇંગોરીયા લડાઈને મંજુરી માંગવામાં આવે તો મંજુરીના આપવા લેખિત રજુઆતો કરવામાં આવેલ.
સાવરકુંડલામાં વર્ષોથી ઇંગોરીયા, કોકડા, સીડી, રોકેટ જેવી રમતમાં ઇંગોરીયાની રમત રમાય છે પણ તે નાવલી નદી ખાતે રમાતી હતી નાવલી નદી વિસ્તારમાં રહેણાંકના મકાનો અને દુકાનોના હતી પરંતુ ત્યારબાદ દેવળાગેઈટ, નાની શાક માર્કેટ વિસ્તારમાં રમાવા લાગી આ રમતના કારણોસર ઘરમાં, દુકાનોમાં ઇંગોરીયા, કોકડા, સીડી, રોકેટ આવી જાયછે અને તેના કારણોસર રહેવાસીઓ અને દુકાનદારો ભયના ઓથાર નીચે જીવવા મજબુર બનેછે અને દીવાળીનો જે આનંદ પોતાના પરિવારના સભ્યો સાથે દીવાઓ, લાઈટની સીરીઝો, બાળકો સાથે ફટાકડા ફોડવાનો, રંગોળીઓ બનાવવાનો જે પરંમ પરાગત ઉત્સવ ઉજવાનો આનંદ છે તે મેળવી શકતા નથી અને ભય હેઠળ પોતાના ઘરોમાં પુરાઈ રહેછે તથા દુકાનદારો ચોપડા પુજન અને ઘરોમાં લક્ષ્મી માતાજીનું પુજન વિગેરે ધાર્મિક વિધિઓ કરતાં હોયછે.
પરંતુ રમતના હિસાબે તમામ પુજાઓ અને વિઘિઓ રાત્રીના 10 કલાક પહેલા પુર્ણ કરી લેવા પડેછે રાત્રીના 10 કલાક બાદ રમત રમવાનું ચાલુ થઈ જાયછે અને દુકાનોમાં અને ઘરોમાં આ ઇંગોરીયા, કોકડા, સીડી, રોકટના ઘુસી જાય અને કોઇ જાન અને માલને નુકશાનના થાય તેનો ખ્યાલ રાખવો પડેછે. દેવળા ગેઈટ ખાતે ઇંગોરીયાની લડાઈમાં અમુક આવારા લોકો દારૂૂ વગેરે પ્રકારનો નશો કરીને આવેછે અને બિભત્સ ગાળો બોલેછે અને તહેવારના માહોલને આતંકનો માહોલ માં ફેરવી નાખેછે જેથી બાળકો અને બહેનોની લાગણી દુભાઈ છે વિસ્તારના બહેનો, બાળકો પણ દિવાળીના ઉત્સવનો આનંદ લઇ શકતાં નથી જેથી વિસ્તારના 81 રહીશો અને દુકાનદારોને કાયદાનું પાલન કરનાર નાગરિકો દીવાળીની રાત્રીએ નાની શાકમાર્કેટ, દેવળા ગેઈટ વિસ્તારમાં આ રમતના રમાય તેમાટે લેખિત સહીઓ કરી રજુઆત કરવામાં આવેલ.
