ચેક રીટર્ન કેસમાં ફરિયાદીની ઓફિસમાં કરેલ વીડિયો રેકોર્ડીંગની DVDને FSLમાં મોકલવાની અરજી રદ
ઈલેકટ્રોનિક પુરાવો ક્યારે, કેવી રીતે, ક્યાં સંજોગોમાં, ક્યાં માધ્યમથી, કઈ જોગવાઈથી રેકર્ડ ઉપર આવી શકે તે પ્રક્રિયા, પ્રોસીઝર આરોપી અનુસરેલ નથી: એડવોકેટ સુરેશ ફળદુ
રાજકોટમાં રહેતા બે વકીલે મિત્રતાના દાવે આપેલા રૂૂપિયાની ચુકવણી માટે આપેલા ત્રણ ચેક રીટર્ન થયાના કેસમાં આરોપીએ બચાવ પુરવાર કરવા વ્યવહારને વેકેશન વીસ્ટા મેળાના આયોજનમાં વકીલો ભાગીદાર હતા અને મેળામાં ખોટ જતા તે ખોટ ભરપાઈ ન કરવી પડે એટલે ફરીયાદીએ લીગલ એડવાઈઝર હોવાનું અને સરકારી કચેરીમાં રજુ કરવા લીધેલ ચેકોનો દુરઉપયોગ કરેલ હોવાની હકીકતોવાળી વાતોનુ મોબાઈલમાં વીડીયો રેકોડીંગ કરી ડી.વી.ડી. એફ.એસ.એલ.માં મોકલવા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત રાજકોટમાં રહેતા ફરીયાદી એડવોકેટ અજય કાંતિલાલ જોષી અને અજય મદનલાલ ચૌહાણએ મિત્રતાના દાવે આરોપી તુષાર કુંદનભાઈ પતીરા, નરેન્દ્ર માધવજીભાઈ પંડયા અને વીમલ જીવરાજભાઈ પીપળીયાને રૂૂ.16.50 લાખ આપ્યા હતા. જે રૂૂપિયાની ચુકવણી માટે આપેલા ચેકો પરત ફરતા ફરિયાદી વકીલ દ્વારા અદાલતમાં જુદી જુદી ત્રણ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી.
જે કેસોમાં પુરાવો ચાલી રહ્યો હતો તે દરમીયાન આરોપીઓ દ્વારા ડી.વી.ડી. રજુ કરવામાં આવેલ અને જે ડી.વી.ડી.ને એફ.એસ.એલ.માં મોકલવા માંગણી કરતી અરજી આપવામાં આવી હતી.
આરોપીના વકીલ દ્વારા રજુઆત કરવામાં આવેલ કે ફરીયાદી બંને વકીલ હોવાથી વેકેશન વીસ્ટા મેળાના આયોજનમાં ભાગીદારની જગ્યાએ લીગલ એડવાઈઝર તરીકે રહેલ જે મેળામાં ખોટ જતા બધા ભાગીદારોએ સરખા હીસ્સે ખોટ શેર કરવાની હોય તેની જગ્યાએ મેળા વખતે મંજુરીઓ માટે ચેકો રજુ કરવાના બહાને ફરીયાદીઓએ મેળવી લીધેલ ચેકોનો દુર ઉપયોગ કરેલ હોવાનું ફરીયાદી વકીલોની ઓફીસમાં આરોપીઓ પોતાના મોબાઈલમાં કરેલ વીડીયો રેકોર્ડીંગની ડી.વી.ડી. બચાવ પુરવાર કરવા એફ.એસ.એલ.માં મોકલવી જરૂૂરી છે.
જેની સામે ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુએ એવી રજુઆત કરેલ કે ઈલેકટ્રોનીક એડીડન્સ રેકર્ડમાં લાવવાની જોગવાઈ પુરાવા અધીનીયમમાં છે, ઈલેક્ટ્રોનીક પુરાવો કયારે, કેવી રીતે, કયાં સંજોગોમાં, કયાં માધ્યમથી રેકર્ડ પર લાવવો જોઈએ તે જોગવાઈ અનુસર્યા વગર માત્ર કામ ડીલે કરવાના બદ ઇરાદે અરજી આપવામાં આવેલ છે. આરોપીઓએ આપેલ નોટીસ જવાબ વખતે આવી ડી.વી.ડી. મોકલેલ નથી તેમજ પ્રોમીસરી નોટમાં કે ભાગીદારી ડીડમાં આવો કોઈ ઉલ્લેખ નથી ડી.વી.ડી.ના કેન્ટેન્ટ કબુલ કરેલ ન હોય ત્યારે આરોપીઓની અરજી મંજુર થઈ શકે નહી સહિતની રજૂઆતો ધ્યાને લઇ કોર્ટે આરોપીની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરીયાદી અજય જોષી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા, મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ રોકાયા હતાં.