ગોંડલ નાગરિક સહકારી બેંકના નિયમ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન: 22મીના સુનાવણી
બોગસ સભાસદો અને મતદારો ઊભા કરી બેંક અને સભાસદોને નુક્સાન કરવાનું કાવતરું થયાનો ડિરેક્ટર યતિશ દેસાઈનો આક્ષેપ
ગોંડલ નાગરિક સહકારી બેંક દ્વારા જસદણના એક જ કોમના લોકોને મફત શેર સભાસદ બનાવવાના ફોર્મ વિતરણ થોડા સમય પહેલા કરવામાં આવેલ જે મુજબ 3900 લોકોને બેંકની સામાન્ય ચૂંટણી માટે મતદારને અધિકાર આમ ખોટી રીતે બેંકને નુક્સાન થાય તેવા નિર્ણય માટે આ મતનો ઉપયોગ કરવાનો ઈરાદો હોય તેવું પ્રસિત થાય છે.
જે મુજબ જે આવા ખોટા 3900 મતદાન બેંકના હિતમાં તો ન જ થાય અને આવનારા સમયમાં બેંકના હિત ને કે જે લોકો ખરેખર રોકાણ કરી શેર સભાસદ બન્યા હોય તેને આપવામાં આવતાં લાભોનો પણ ખોટી રીતે થાય જે બેંકના ભંડોળ ઉપર પણ નકારાત્મક અસર કરી બેંકને આર્થિક નુસાન કરાવી શકે અને જે ખરેખર સભાસદો છે. તેના હક ઉપર પણ અસર કરે આથી પૂર્વ ચેરમેન અને ડીરેકટર યતિશભાઈ દેસાઈએ અગાઉ જ જ્યારે આવી બેંક વિરૂધ્ધિ પ્રવૃતિ થતી હતી ત્યારે ગોંડલ નાગરિક સહકારી બેંકને સ્ટેટ રજીસ્ટ્રાર તેમજ ડીસ્ટ્રીકટ અરજીસ્ટારને જાણ કરી અનેક રજુઆત કરેલ હતી.
પરંતુ ઉચ્ચ કક્ષાના દબાણ હેઠળ કોઈપણ પ્રકારની કાર્યવાહી ત્યારથી અત્યાર સુધી ન થતાં ડીરેકટર યતિશભાઈ દેસાઈ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પ્રે. સિવિલ એપ્લીકેશન 9889/2024 થી દાખલ કરેલ જે મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટ સહકારી કાયદા વિરૂધ્ધ બનાવેલ મતદાર યાદી સામે રીટ દાખલ કરેલ તેમજ તમામ લોકો કે જે આ કાંડ સાથે સંકળાયેલ છે તો એ સામે નોટિસ કાઢેલ છે અને આગામી તા.22-7-24ના રોજ વધુ સુનવણી મુકરર કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવા બોગસ 3900 મતદારો અને સભાસદો ઉભા કરવામાં આવે તો બેંકના આર્થિક ભંડોળ ઉપર ખુબ જ મોટુ નુકસાન પડે અને જે ખરેખર સભાસદો છે તેના લાભો ઉપર ખુબજ મોટી કાતર ફરે તેમ છે તેથી બેંક અને સભાસદોના હિત માટે આવા કાંડ ન કરી અને બેંકના હિતમાં જ નિર્ણય આવે તેવી આશા પૂવર્ં ચેરમેન અને ડીરેકટર યતિશભાઈ દેસાઈ દ્વારા સેવાઈ રહી છે.