રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કમિશન વધારવા મુદ્દે સસ્તા અનાજના વેપારીઓ ફરી લડતના માર્ગે, ઓક્ટોબરથી પરમિટ બંધ

04:10 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોંઘવારીના યુગમાં સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓ પણ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. સરકારે રૂા. 20 હજાર કમિશન આપવાનો પરિપત્ર જાહેર કર્યો પણ 97 ટકા વિતરણનો નિયમ આકરો હોવાનું જણાવી આનિયમ તાકિદે રદ કરી રૂા. 20 હજાર કમિશન નહીં આપવામાં આવે તો ઓક્ટોબર 2024થી તમામ વેપારીઓ પોતપોતાની દુકાનોની પરમીટ રીન્યુ (જનરેટ) નહીં કરીને લડતના મંડાણ કરશે તેવું ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.ના મહામંત્રી હિતુભા જાડેજાએ ચિમકી ઉચ્ચારી છે.

આ બાબતે બન્ને એસોસીએશનના હોદેદારો અને પ્રમુખ મંત્રીઓએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના સસ્તા અનાજના દુકાનદાર ભાઈઓ ખૂબ જ નજીવા કમિશનથી કામ કરી રહ્યા છે આ કમિશનથી દુકાન ચલાવવી તથા પોતાનું ઘર ચલાવવું એ લગભગ શક્ય નથી પરંતુ છતાં પણ વેપારી ભાઈઓ જેમતેમ કરી અને જાહેર વિતરણ વ્યવસ્થા ની અંતિમ કડી એવી સસ્તા અનાજની દુકાનો ચલાવી રહ્યા છે લગભગ ત્રણ વર્ષ પહેલા વેપારી ભાઈઓના એસોસિએશન દ્વારા મિનિમમ 20,000 રૂૂપિયા કમિશન મેળવવા માટે માંગણી કરવામાં આવી હતી આ માંગણીને લઈ અનેક વખત આવેદનો રજૂઆતો અને લડતો પણ કરવામાં આવી છે ત્યારબાદ સપ્ટેમ્બર 2023 ના રોજ સરકારશ્રીએ વેપારી ભાઈઓને મિનિમમ ₹20,000 કમિશન મળે એવો પરિપત્ર કર્યો હતો.

પરંતુ આ પરિપત્રમાં અમુક એવી શરતો મૂકવામાં આવી જેના કારણે ગુજરાત રાજ્યના મોટાભાગના દુકાનદાર ભાઈઓ મિનિમમ ₹20,000 કમિશન મેળવી શકતા ન હતા. પરીપત્રમાં ફ્કત 300 કાર્ડ સુધીની દુકાન ધરાવનાર દુકાનદારોને જ આ મિનિમમ કમિશન મળશે તેવી શરત હોવાના કારણે મોટા ભાગના વેપારી ભાઈઓ મિનિમમ કમિશન મેળવી શકતા ન હતા તેથી વેપારી ભાઈઓએ ફરીથી સરકાર સામે આંદોલન અસહકારની ચળવળ ચલાવી ત્યારે ફરીથી 15 ફેબ્રુઆરી 2024 ના રોજ એક નવો પરિપત્ર કરવામાં આવ્યો જેમાં 300 કાર્ડની મર્યાદા ને દૂર કરી પરંતુ લગભગ 12 જેવી અન્ય શરતો મૂકવામાં આવી જેમાં શરત નંબર સાત મુજબ દરેક દુકાનદાર ભાઈએ મિનિમમ વીસ હજાર રુપિયા કમિશન મેળવવા માટે 97 ટકા વિતરણ કરવું ફરજિયાત કરવામાં આવ્યું જે દુકાનદાર ભાઈ 97 ટકા વિતરણ કરશે તેઓને મિનિમમ 20,000 રૂૂપિયા કમિશન મળવાપાત્ર થશે ખૂબ જ અન્યાયી અને વિસંગતતા ભરેલી આવી શરતના કારણે વેપારીભાઈઓ વળતર થી વંચિત રહ્યા આવી અન્યાયકારી શરતો દૂર કરવા માટે કોઈ પગલાં ભર્યા નથી ત્યારે ગુજરાત રાજ્યના વેપારી ભાઈઓ તથા વેપારી ભાઈઓના બે સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન તથા ગુજરાત ફેર પ્રાઈઝ સોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા ફરીથી નવેસરથી ચળવળ ચલાવવા માટે નક્કી કરવામાં આવ્યું છે બંને એસોસિએશનના પ્રમુખઓ દ્વારા આવનારા ઓક્ટોબર માસ માટે ગુજરાત રાજ્યના કોઈ પણ વેપારી ભાઈઓએ પરમિટ જનરેટ ન કરવી જલણ જનરેટ ન કરવા નાણાનુ ચૂકવણુ ન કરવુ એવો નિર્ણય કરવામાં આવ્યો છે આ માટે વ્યવસ્થિત કાર્યક્રમ કડીને તાલુકા તથા જિલ્લાકક્ષાએ અને રાજ્યકક્ષાએ આવેદનો આપવામાં આવશે અને જ્યાં સુધી વેપારી ભાઈઓની આ પડતર માંગણીઓ એમાં ખાસ કરીને મિનિમમ કમિશન મેળવવા માટે સત્તાનું ટકા ફરજિયાત વિતરણની શરત નાબુદી અને કમિશનમાં વધારાની માંગણી મુકવામા આવશે

Tags :
Commissiongujaratgujarat news
Advertisement
Next Article
Advertisement