યુદ્ધ વિરામના પગલે રાજકોટ સહિત રાજ્યના 7 એરપોર્ટ વહેલા ખોલવા મંજૂરી
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થઈ જતાં ભારત સરકારે સલામતીના કારણોસર આગામી તા. 15 સુધી બંધ કરેલુ રાજકોટ ઈન્ટરનેશનલ બે દિવસ વહેલું આજથી ખોલી નાખવામાં આવ્યું છે. જો કે, એરલાઈન્સ કંપનીઓએ ફ્લાઈટના શેડ્યુઅલ ગોઠવવાના હોવાથી હજુ બુકિંગ ખોલ્યા નથી. ફ્લાઈટના શેડ્યુઅલ ગોઠવાયા બાદ વિમાની કંપનીઓ બુકિંગ શરૂ કરનાર હોય, તમામ ફ્લાઈટો તા. 15મીથી જ શરૂ થાય તેવી શક્યતા છે.
રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ આજથી ફ્લાઈટને ઉડાનની મંજૂરી આપી દીધી છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા બુકિંગ પ્રક્રિયા શરૂૂ કરાયા બાદ મુસાફરો ફ્લાઈટમાં બેસી શકશે. અગાઉ ગુજરાતનાં 7 એરપોર્ટને નોટિસ ટુ એર જારી કરવામાં આવી હતી. ફ્લાઈટ શરૂૂ થતાં મુસાફરોને મોટી રાહત મળી છે.
એરપોર્ટ અગાઉ 2 દિવસ બાદ શરૂૂ થવાનું હતું, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ નિયંત્રણમાં આવતા પેસેન્જર ફ્લાઈટ શરૂૂ કરવામાં આવી છે. 14 મે સુધી કંડલા, ભુજ, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર, પોરબંદર એરપોર્ટ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાનાં કારણે એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા હતા. જે હવે ખોલી નાખવામાં આવતા બે દિવસમાં વિમાની સેવા રાબેતા મુજબ શરૂ થઈ જવાની શક્યતા છે.
ગુજરાતમાં જામનગર, રાજકોટ (હિરાસર), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટમાં એરમેનને નોટિસ આપવાથી ફ્લાઇટની કામગીરી પર અસ્થાયી રૂૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય હવાઈ સુરક્ષા જાળવવાનો અને સશસ્ત્ર દળો માટે ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવાનો છે.