For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી આરોગ્ય અધિકારીની જગ્યા પર કાયમી નિમણૂક

03:48 PM Nov 15, 2024 IST | admin
જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી આરોગ્ય અધિકારીની જગ્યા પર કાયમી નિમણૂક

રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા 13ને પ્રમોશન, 14ની બદલી કરાઈ: ફોરેસ્ટ વિભાગ દ્વારા 16ને બઢતી આપી ટ્રાન્સફર કરી

Advertisement

ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ-1ના અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં 13 અધિકારીને પ3મોશન આપવામાં આવ્યું છે. અને 14 અધિકારીની ટ્રાન્સફર કરાઈ છે. રાજકોટમાં ખાલી પડેલી જગ્યા પર પણ અધિકારીનીકાયમી નિમણુંક અપાઈ છે. ઉપરાંત ફોરેસ્ટ વિભાગમાં પણ 16 જેટલા કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતના કાયમી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોકટર મિતેશ ભંડેરીની દ્રારકા જિલ્લામાં બદલી થયા પછી છેલ્લા બે વર્ષથી ખાલી પડેલી આ જગ્યા પર ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવતું હતું. રાજ્ય સરકારે રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી જગ્યા પર કચ્છના આર. આર. ફલામાડીની નિમણૂક કરી છે.રાજકોટ જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારી ઉપરાંત આરસીએચઓની પણ જગ્યા છેલ્લા અઢી વર્ષથી ખાલી હતી.

Advertisement

જિલ્લા પંચાયતોમાં આરોગ્ય અધિકારીઓની ખાલી પડેલી જગ્યા પર સરકારે રાયના 13 તબીબી અધિકારીઓને પ્રમોશન આપીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જવાબદારી સોંપી છે. રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર સોમનાથ દ્રારકા અને અમરેલીમાં પણ નિમણૂંક કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ખાલી પડેલી એક જગ્યા પર સરકારે પોરબંદરના અધિકારીને બદલી કરીને રાજકોટ જિલ્લા પંચાયતમાં મુકયા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં મહત્વની આ બંને ખાલી જગ્યાઓ ભરાઈ જતા હવે વહીવટી કામગીરીમાં તેની પોઝિટિવ અસર જોવા મળશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જિલ્લા વિકાસ અધિકારી સહિતના સત્તાવાળાઓ અને પ્રમુખ સહિતના પદાધિકારીઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતનાઓ સમક્ષ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કર્યા પછી હવે તેના પરિણામો મળી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement