ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર લોકોનો ચક્કાજામ

11:29 AM May 29, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગોંડલના સડકપીપળીયા નજીક નેશનલ હાઈવે પર સ્થાનિક ગ્રામજનોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોએ હાઈવે પર પથ્થરો મૂકીને વાહનવ્યવહાર અટકાવ્યો હતો. આના કારણે સડકપીપળીયાથી બંને તરફ ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.

ગ્રામજનો છેલ્લા દોઢ વર્ષથી નેશનલ હાઈવેની સિક્સ લેન કામગીરીથી પરેશાન છે. હાઈવે કોન્ટ્રાક્ટરો દ્વારા તેમને ગામમાં આવવા-જવા માટે યોગ્ય રસ્તો આપવામાં આવતો નથી.રાજકોટ તરફથી આવતા વાહનો અને ખેડૂતોના બળદગાડાને સિંગલ લાઈનમાં ત્રણ કિલોમીટર ટોલટેક્સ પાસેથી ફરવું પડે છે.

પીપળીયા ગામથી સામેની સાઈડ જવા માટે ખેડૂતોને બળદગાડા સાથે રિબડા ગામે ત્રણ કિલોમીટર ફરવું પડે છે. ગ્રામજનોને રોંગ સાઈડમાં વાહનો લઈને ચાલવાની ફરજ પડે છે. આના કારણે અકસ્માતનો ભય રહે છે.
ગ્રામજનોની વારંવારની રજૂઆત છતાં કાયમી રસ્તો મળતો નથી. એક દિવસ રસ્તો ખોલવામાં આવે છે અને બીજા દિવસે તેને ખોદી નાખવામાં આવે છે. પુલ અને ઓવરબ્રિજનું નિર્માણ ચાલી રહ્યું હોવા છતાં, બાઈક માટેનો રસ્તો પણ માત્ર એક દિવસ માટે જ ખુલ્લો રાખવામાં આવે છે.

ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની સમજાવટ બાદ હાઈવે ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો. હાલ તમામ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂૂ થઈ ગયો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRajkot-Gondal highwaytraffic
Advertisement
Next Article
Advertisement