For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રજાના પ્રશ્ર્નો વિસરાયા: હો હા ગોકિરા વચ્ચે મનપાનું બોર્ડ આટોપાયું

03:41 PM Jul 19, 2025 IST | Bhumika
પ્રજાના પ્રશ્ર્નો વિસરાયા  હો હા ગોકિરા વચ્ચે મનપાનું બોર્ડ આટોપાયું

રાબેતા મુજબ વિપક્ષે પાંચ મિનિટ વિરોધ કર્યો અને અધ્યક્ષે બોર્ડ બહાર મોકલી પોતાની ફરજ બજાવી

Advertisement

શાસક પક્ષે કહ્યું, ખાડા થયા જ નથી તો કમિશનર સહિતનો સ્ટાફ ફિલ્ડમાં શું કરતો હતો સો મણનો સવાલ

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આજ રોજ મળેલ દરવખતની માફક આજે પણ પ્રથમ પ્રશ્ર્નનો જવાબ પૂર્ણ કર્યા વગર શાસક પક્ષ અને વિપક્ષે સામસામી આક્ષેપ બાજી કરી બોર્ડનો સમય વેળફયો હતો અને રાબેતા મુજબ વિરોધપક્ષના ક્ષણીક વિરોધ બાદ અધ્યક્ષના આદેશથી કોંગીસ નગરસેવકને જનરલ બોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે પ્રેક્ષકગેલેરીમાં ઉપસ્થિત નગરજનોમાં જનરલ બોર્ડ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યુ હતું.

Advertisement

આજના જનરલ બોર્ડમાં પ્રારંભે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના અને વડોદરા ખાતે ગંભીરા બ્રિજ તુટવાથી મૃત્યુ પામેલ સદગતને બે મૌન પાળી શોક સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી શરૂ કરવાનો આદેશ અપાતા ભાજપના કોર્પોરેટર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ર્નનો જવાબ મ્યુનિ. કમિશનર દ્વારા રજૂ કરાયાના 10 મીનીટમાં પાટાપીડી કરી બોર્ડમાં ઉપસ્થિત રહેલા વિપક્ષી નેતાએ તુટેલા રોડ રસ્તાનો મુદો ઉઠાવતા શાસક પક્ષના અનેક નગર સેવકોએ કાગારોળ મચાવી વચેથી પ્રશ્ર્ન પૂછવાનો નિયમ નથી અને પ્રશ્ર્ન પૂરો થાય ત્યારબાદ તમારો વારો આવે ત્યારેજ પ્રશ્ર્નોતરી કરો તેવુ કહેવા લાગતા અંતે વિપક્ષી નેતા પોતાની શીટ ઉપર બેસી ગયા હતા અને કમિશનરે જવાબ આપયવાનું ચાલુ રાખ્યુ હતુ ભાજપના કોર્પોરેટર દ્વારા તમામ વોર્ડમાં થયેલ અગાઉની રોડ રસ્તા ડ્રેનેજ સહિતના ખર્ચ સહિતની વિગત પૂછવામાં આવેલ જેની સાથે પ્રજાને કઇ લેવા દેવા નથી છતા શાસક પક્ષ દ્વારા દરવખતે જનરલબોર્ડમાં આપ્રકારના વાહીયાત સવાલો પૂછી પોતે કરેલ કામગીરીનો હિસાબ આપી પાટલી થપથપાવી વાહ વાહી મેળવવાના પ્રયાસો થઇ રહ્યા છે. જે હવે શહેરીજનોમાં હાસ્યાપદ થવા લાગ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ચોમાસા દરમિયાન શહેરીજનો રોડ રસ્તા અને ખાડાઓથી તસ્થ થઇ ગઇ છે અને વિરોધ પ્રદર્શન ચાલુ થયા બાદ તંત્ર દ્વારા મરમમતની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે શાસકપક્ષે પોતાની જવાબદારી સમજી જનરલ બોર્ડમાં પ્રજાજનોની ઉપસ્થિતીમાં આ મુદે ચર્ચા કરી હાલમાં ચાલતી કામગીરી અને હવે પછી કયા પ્રકારના લોક ઉપયોગી કામ કરવામાં આવશે તેની જાણ કરી આપવી જોઇએ તેના બદલે વિપક્ષની બોલવાની રાહ જોઇને બેઠા હોય તેમ વિપક્ષ દ્વારા શાસક પક્ષને પેટમા દુખે તેવુ બોલાવનુ શરૂ કરતા જ મોટાભાગના નગરસેવકોએ વિપક્ષી સભ્યો ઉપર આક્ષેપોનો મારો ચલાવી પોતાની આબરૂ ઢાકવાનો પ્રયાસ કર્યો હોય તેવુ ચિત્ર જનરલ બોર્ડમા જોવા મળ્યુ હતુ અને આજે પણ વાહીયતા પ્રશ્ર્નનો જવાબ આપવામાં જ બોર્ડનો સમય પૂર્ણ કરવામાં આવ્યો હતો.

શાસકપક્ષના પાંચ સભ્યો ગેરહાજર
દર બે માસે મનપાનુ જનરલ બોર્ડ બોલાવામાં આવેલ છે. જેમાં લોકોના પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ અનેક વખતે કોર્પોરેટરોને પ્રજાના પ્રશ્ર્નોમાં રસના હોય તેમ ફકત એક કલાક બોર્ડમા હાજર રહેતાના તેવુ આજના જનરલ બોર્ડમાં પણ બન્યુ હતુ શાસકપક્ષના પ્રીતિબેન દોશી, રાજેશ્રીબેન ડોડીયા, રવજીભાઇ મકવાણા, પુષ્કરભાઇ પટેલ અને દેવાંગભાઇ માકડનો રજા રીપોર્ટ જનરલ બોર્ડને આપવામાં આવ્યો હતો.

રાજપથ લિમિટેડને ઇલેક્ટ્રિક બસ ડેપો માટે જગ્યા ફાળવાઇ
રાજકોટ મહાનગરપાલિકા ની હદ્દમા આવેલ આખરી નગર રચના યોજના નં-9 રાજકોટના સોશીયલ ઇન્ફ્રા હેતુના અંતિમ ખંડ નં.પ ક્ષેત્રફળ 39,991.00 ચો.મી. જમીન રાજકોટ મહાનગરપાલિકાની આવેલ છે, સદર અંતિમ ખંડ નં.5 પૈકીમાં ક્ષેત્રફળ 34,961.58 ચો.મી. જમીન પ્રાણી રંજાડ અંકુશ વિભાગ (એ.એન.સી.ડી.) શાખાને તા.31/01/2024થી એનીમલ હોસ્ટેલ માટે ફાળવવામાં આવેલ. ત્યારબાદ રાજકોટ રાજપથ લી. ની સી.એન.જી. બસડેપો બનાવવા માટે સદર જમીનની માંગણી કરતા સંદર્ભ ક્રમાંક-1 થી દર્શાવ્યા મુજબ રાજકોટ રાજપથ લી.ને. ક્ષેત્રફળ 15000.12 ચો.મી. જમીન "સી.એન.જી.બસ ડેપો બનાવવા માટે જનરલ મેનેજરશ્રી, રાજકોટ રાજપથ લી.રાજકોટને ફાળવવામાં આવેલ.

મહાદેવને તો છોડો: વશરામભાઇ સાગઠિયા
આજના જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરીમાં વારો આવે તેમ ન હોય વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ નિયમ વિરૂધ શહેરના તૂટેલા રોડ રસ્તા અને ખાડાઓ મુદે અવાજ ઉઠાવ્યો હતો અને સાથોસાથ આજી રિવરફ્રન્ટ યોજનામાં રામનાથ મહાદેવ મંદિર ડેવલપેમન્ટ પોજેકટને જોડી દેવાયા બાદ આજી રીવરફ્રન્ડની કામગીરીની ફાઇલ અભરાય ઉપર ચડાવી દેવામાં આવી છે. પરંતુ શહેરીજનોને આસ્થાનુ પ્રતિક રામનાથ મહાદેવ મંદિરની આશપાસ નદીમાં સફાઇ કરવાનુ તેમજ દેકારો થાય ત્યારે જ શાસક પક્ષને મહાદેવ યાદ આવે છે. તેમ કહી અન્ય કામગીરીમાં બેદર કારી અથવા કૌભાંડ કરો છો પરંતુ મહાદેવનેતો છોડો તેવુ ભરી સભામાં જણાવતા અને કચરાથી ધેરાયેલા રામનાથ મહાદેવ મંદિરનું બેનર શાસક પક્ષને બતાવતા માર્શલોએ વશરામભાઇને ધક્કામારી જનરલ બોર્ડની બહાર તગેડવામાં આવ્યા હતા.

આર્ટ ગેલેરીની કમરતોડ ભાડાની દરખાસ્ત પરત
મહાનગપર પાલિકા દ્વારા રેસકોર્સ ખાતે કરોડોના ખર્ચ અદ્યતન આર્ટ ગેલેરીનુ નિર્માણ કરવામાં આવ્યુ છે અને આ ગેલેરીના ભાડાના દર નિયત કરી ગત સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મજૂર કરી જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવેલ પરંતુ આર્ટ ગેલેરીનુ ભાડુ વધારે હોવાની ફરિયાદો ઉઠતા લોકોની નારાજગીને ધ્યાને લઇ જનરલ બોર્ડમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવેલ આર્ટ ગેલેરીના ભાડાની દરખાસ્ત વિચારણાના નામ હેઠળ પરત કરવામાં આવી છે અને તેમા સુધારા વધારા અટેલે ભાડાના દર ઓછા કરી આગામી સ્ટેન્ડિંગમાં ફરી વખત દરખાસ્ત મંજૂરી અર્થે રજુ કરવામાં આવશે.

સદ્ગતોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવાઇ
મનપાના જનરલ બોર્ડમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મુસાફરો તેમજ ગંભીરા બ્રિનના મૃતકો અને પૂર્વ મેયર ગોવિંદભાઇ સોલંકીને બે મીનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, રાજ્યસભાના પૂર્વ સાંસદ અને રાજકોટના પૂર્વ મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિજયભાઈ રમણિકલાલ રૂૂપાણીનું તા.12/06/2025ના રોજ એર ઈન્ડિયા બોઈંગ વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થતા, રાજકોટ મહાનગરપાલિકાની આજની આ સામાન્ય સભા ઊંડા દુ:ખની લાગણી અનુભવે છે. વિજયભાઈ રૂૂપાણીએ રાજકોટ શહેરને પોતાની કર્મભૂમિ બનાવી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રસભ્ય, રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર ડ્રેનેજ સમિતિ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર તેમજ ત્યારબાદ રાજ્યસભા સાંસદ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન, રાજકોટ-69 વિધાનસભા ધારાસભ્ય, ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિતના હોદ્દાઓ પર જવાબદારી સંભાળેલ તેમજ લોકસેવાના અને લોકોપયોગી અનેકવિધ કાર્યો થકી સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની વોકચાહના મેળવેલ ઉપરાંત, પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ગુજરાત રાજ્યને અનેકવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપેલ. જેમાં, રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ, બસ પોર્ટ, ફ્લાયઓવર બ્રિજ, સૌની યોજના મારફત નર્મદા ડેમનું પાણી, આઈ-વે પ્રોજેક્ટ, સ્માર્ટ સિટી, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, અર્બન ફોરેસ્ટ-રામવન સહિત અનેકવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપતા, રાજકોટ શહેરએ વિકાસની હરણફાળ ભરેલ છે. જે માટે શહેરીજનો વિજયભાઈ રૂૂપાણીના કાયમને માટે ઋણી રહેશે. વિજયભાઈ રૂૂપાણીના દુ:ખદ અવસાનથી રાજકોટ શહેરએ માર્ગદર્શક તેમજ વરિષ્ઠ રાજકીય આગેવાન ગુમાવ્યા છે. પરમ કૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે તેમજ સદ્ગતના પરિવાર પર આવી પડેલ આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

Advertisement
Tags :
Advertisement
Advertisement