વિકાસના ભોગે લોકોના મકાન ન તોડવા જોઈએ: રાહુલ ગાંધી
દાદાની બુલડોઝર કાર્યવાહી સામે કોંગ્રેસ નેતાના ઓડિયોથી રાજકીય ગરમાવો
દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય, તેના પર ચાલી રહયું છે. અમદાવાદ મહાનગર પાલિકા પણ શહેરમા થોડાક દિવસ પહેલા જમાલપુરમાં પણ ગેરકાયદેસર દબાણ પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ઓઢવમાં રબારી વાસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જમીન માલધારી સમાજને 1962 માં પુનર્વસન યોજના હેઠળ ફાળવવામાં આવી હતી. આ જગ્યા પર માલધારી સમાજ 65 વર્ષ થી રહી રહ્યો છે. ત્યારે અચાનક મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સાથે જ રબારી વસાહતમાં મકાન તોડવાને લઈને વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી નો એક સહાનુભુતી અને સહકાર આપવા માટે નો ઓડીયો મેસેજ વાયરલ થયો છે.
રાહુલ ગાંધી સરકારની આ કાર્યવાહીને બંધારણીય રીતે ખોટી કહી રહ્યા છે. અને વિકાસના ભોગે લોકોના મકાન ન તોડવા જોઈએ એ કહ્યું હતું. આ વાયરલ ઓડીયો ગુજરાત રાજકારણમાં ગરમાવો લાવ્યુ છે. તેમજ હાલ ચર્ચા નો વિષય બન્યો છે આ ઓડીયો ફરતો થતા બીજેપી હાઇ કમાન્ડ, સ્થાનિક નેતાઓ અને રબારી સમાજના નેતાઓ આ ડીમોલીશન બાબતે સક્રીય થયા છે. ગુજરાતમાં કોઇ સમાજ માટે વિશેષ ઓડીયો રાહુલ ગાંધીએ બનાવ્યો એ પણ પહેલીવારની ઘટના છે.