For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનમાં લોકો પરસેવે નાહ્યા, વરસાદમાં 64 ટકાની ખાધ

01:54 PM Jun 11, 2025 IST | Bhumika
જૂનમાં લોકો પરસેવે નાહ્યા  વરસાદમાં 64 ટકાની ખાધ

ગુજરાતમાં તા. 1થી 10 જૂન વચ્ચે 14.6 મી.મી.ની એવરેજ સામે માત્ર 5.2 મી.મી. વરસાદ જ નોંધાયો

Advertisement

દ્વારકા-કચ્છ-મોરબી અને પોરબંદરમાં મેઘરાજાએ દર્શન જ દીધા નથી, 9 જિલ્લામાં 90 ટકાથી વધુ ખાધ

ગુજરાતમાં વહેલા ચોમાસાની આગાહી વચ્ચે હજુ ચોમાસુ બેઠુ નથી પરંતુ જૂન માસમા પ્રી-મોનસુન વરસાદમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુજરાતમા તા. 1 જૂનથી 10 જૂન દરમિયાન માત્ર ગાંધીનગર, આણંદ અને અરવલ્લીને બાદ કરતા રાજયનાં તમામ જિલ્લામા સાત ટકાથી માંડી 100 ટકા સુધી વરસાદની ખાધ નોંધાઇ છે. ગુજરાતમા જૂન માસમા વરસાદમાં સરેરાશ 64 ટકાની ખાધ રહી છે.

Advertisement

મૌસમ વિભાગ અમદાવાદનાં ડેટા મુજબ કેન્દ્ર શાસિત દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત રાજયનાં 33 જિલ્લા પૈકી 31 જિલ્લામા જૂન માસનાં પ્રથમ 10 દિવસમા વરસાદની ખાધ નોંધાયેલ છે. દિવ-દબણ-દાદરાનગર હવેલીમા 10 જૂન સુધીમા સરેરાશ 63.3 મી.મી. વરસાદની જગ્યાએ માત્ર 14.6 મી.મી. વરસાદ જ નોંધાયો છે એટલે કે 77 ટકાની ખાધ છે.

રાજયમાં ગાંધીનગરમાં 12.1 મી.મી.ની એવરેજ સામે 26.6 મી.મી., આણંદમા 19.1 મી.મી.ની એવરેજ સામે 52.4 મી.મી. તથા અરવલીમાં 8.7 મી.મી. સામે 14.4 મી.મી. વરસાદ નોંધાયો છે. બાકીનાં 3 જિલ્લામા વરસાદની ખાધ રહી છે.

ગુજરાતનાં દેવભૂમિ દ્વારકા, કચ્છ, મોરબી અને પોરબંદર જિલ્લામાં જૂન માસનાં પ્રથમ 10 દિવસમા વરસાદની 100 ટકા ખાધ છે. આ જિલ્લાઓમા હજુ મેઘરાજાએ દર્શન જ દીધા નથી. આ ઉપરાંત બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, ભાવનગર , ગિર સોમનાથ, જામનગર, જૂનાગઢ વિગેરે 9 જિલ્લામા 90 ટકાથી વધુ વરસાદી ખાધ છે. સૌરાષ્ટ્રનાં પડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમા પણ 99 ટકા વરસાદની ખાધ હોવાનુ દર્શાવાયુ છે.

સમગ્ર ગુજરાતની સરેરાશ જોઇએ તો ગુજરાતમા 1 થી 10 જૂન વચ્ચે 14.06 મી.મી. વરસાદની એવરેજ છે તેની સામે ચાલુ વર્ષે માત્ર 5.2 મી.મી. વરસાદ જ પડયો હોવાથી 64 ટકા ખાધ પ્રવર્તે છે.
જૂન માસની શરૂઆતથી જ લોકો ગરમી અને બફારાના કારણે પરસેવે નહાઇ રહયા છે પરંતુ વરસાદ પ્રમાણમા ઓછો પડયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement