મોરબીમાં પતિએ ફિનાઇલ પીવડાવી દેતા આપઘાત કરવા નિકળેલી પરિણીતાને લોકોએ બચાવી લીધી
મોરબીમા રેલવે સ્ટેશન પાસે આવેલા લાયન્સ નગરમા રહેતી પરણીતાને તેના પતિએ ઝઘડો કરી ફીનાઇલ પીવડાવી દીધુ હોવાના આક્ષેપ સાથે પરણીતા મચ્છો ડેમ ખાતે આપઘાત કરવા પહોંચી હતી જયા લોકોએ તેનો જીવ બચાવી ભાડાનાં રૂપીયા આપી રાજકોટ રહેતા માવતર પાસે મોકલી આપી હતી. પતિએ ફીનાઇલ પીવડાવતા પરણીતાની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમા રેલવે સ્ટેશન પાસે આવેલા લાયન્સ નગરમા રહેતી સોનલબેન રાહુલભાઇ મકવાણા નામની 4પ વર્ષની પરણીતા બપોરનાં બેએક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતી ત્યારે પતિ રાહુલ મકવાણાએ ઝઘડો કરી ફીનાઇલ પીવડાવી દીધુ હોવાનાં આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી.
પ્રાથમીક પુછપરછમા સોનલબેન મકવાણા રાજકોટમા આવેલ સ્લમ કવાર્ટરમા માવતર ધરાવે છે. સોનલબેન મકવાણાને સંતાનમા બે પુત્ર છે. રપ વર્ષનાં લગ્ન જીવન દરમ્યાન પતિનાં ત્રાસથી સોનલબેન મકવાણા અવાર નવાર માવતરે રીસામણે ચાલી આવે છે. ગઇકાલે પતિએ ઝઘડો કરી ફીનાઇલ પીવડાવી દીધુ હોવાનાં આક્ષેપ સાથે સોનલબેન મકવાણા મચ્છો ડેમ ખાતે આપઘાત કરવા પહોંચ્યા હતા જયા લોકોએ સોનલબેન મકવાણાનો જીવ બચાવી ભાડાનાં પૈસા આપી રાજકોટ રહેતા માવતર પાસે મોકલી આપી હતી. પરંતુ પતિએ ફીનાઇલ પીવડાવતા તબીયત લથડતા સારવાર માટે ખસેડવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.