ધ્રાંગધ્રાના ચુલી પાસે રેલવેના અન્ડર પાસમાં પાણી ભરાતા આસપાસના ગામોના લોકો પરેશાન
લોકો દ્વારા રેલ્વે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી
ધાંગધ્રા હળવદ બાયપાસ ઉપર આવેલા ચુલી ગામ પાસેના પીપળા જવાના રસ્તે અંડર ગ્રાઉન્ડ ફાટકમાં વારંવાર પાણી ભરાતું હોવાથી લોકોને અવજવર કરવામાં ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે ત્યારે આ અંગે રેલવે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી ત્યારે લોકો દ્વારા યોગ્ય કામગીરી થાય તે અંગેની માગણી ઉઠી છે.
ધાંગધ્રા હળવદ બાયપાસ ઉપર પીપળા ગામના જવાના રસ્તા ઉપર રેલવે અંડર બ્રિજ બનાવે છે ત્યારે આ બ્રિજમાં માથી પસાર થઈને પીપળા ગોપાલગઢ કંકાવટી સહીત અનેક ગામના લોકોને પસાર થવું પડે છે બ્રિજની અંદરથી જાવું પડતું હોય છે ત્યારે બ્રિજ ની અંદર વારંવાર પાણી ભરાઈ જતું હોય તેના લીધે વાહન તાલુકા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે આ અડર બ્રીજ માં પાણી ભરાઈ જતું હોવાની રેલવે તંત્રને વિસ્તારના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે આ અંગે વિસ્તારના મહેશભાઈએ જણાવ્યું કે પીપળા ગામ ગોપાલ ગઢ અનેક ગામો આ બ્રિજની અંદરથી પસાર થાય છે ત્યારે બ્રિજની અંદર વારંવાર પાણી ભરાયેલું રહે છે તેને લીધે લોકોને ભારે મુશ્કેલી પડે છે અને રાત્રે અંધારું હોવાથી લોકોને પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે રેલવે તંત્ર યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી વિસ્તારના લોકોની માંગ છે