For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં લોકોએ ધારાસભ્યને કીચડવાળા રોડ ઉપર ચલાવ્યા

11:25 AM Nov 03, 2025 IST | admin
મોરબીમાં લોકોએ ધારાસભ્યને કીચડવાળા રોડ ઉપર ચલાવ્યા

રવાપર વિસ્તારના લોકોએ ચકકાજામ કરતા દુર્લભજીભાઇ દોડી ગયા

Advertisement

મોરબીના રવાપર રોડ પર બિસ્માર રોડ રસ્તાથી સ્થાનિકો કંટાળી ગયા છે અને રજૂઆત કરીને થાકી ગયેલી મહિલાઓએ આજે રોડ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો વિરોધને પગલે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દોડી ગયા હતા અને રોડ બનાવી આપવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

મોરબીના રવાપર રોડ પર વૈદેહી પ્લાઝા સામે રામસેતુ સોસાયટીમાં આવેલા 25 એપાર્ટમેન્ટના રહીશોએ બિસ્માર રોડ રસ્તા મામલે આજે રસ્તા રોકી ચક્કાજામ કર્યો હતો રવાપર ગામ નજીક મહિલાઓએ રોડ રોકી દઈને વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે તેના વિસ્તારમાં ચાલી સકાય તેવો રોડ જોવા મળતો નથી સર્વત્ર કીચડ જોવા મળે છે.

Advertisement

બાવળ અને ઝાડી ઝાંખરાને કારણે જીવજંતુનું જોખમ છે તેમજ ધારાસભ્યએ દિવાળી બાદ પાંચમથી કામ શરુ કરવાનું કહ્યું હતું પરંતુ કામ શરુ થયું નથી કીચડને કારણે વૃદ્ધો, બાળકો પડી જાય છે બાળકો રમવા જઈ શકતા નથી
ચક્કાજામને પગલે ટંકારા- પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સ્થળ પર દોડી ગયા હતા સ્થાનિકોએ ધારાસભ્યને કીચડવાળા રસ્તે ચલાવી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા ધારાસભ્યએ રોડ બનાવી આપવાની ખાતરી આપી હતી ધારાસભ્યએ જણાવ્યું હતું કે રોડ ગ્રામ પંચાયત વખતથી મંજુર થયો છે બાદમાં આ વિસ્તાર મહાનગરપાલિકામાં ભળી ગયો છે મહાપાલિકામાં રોડ મંજુર થયો છે વરસાદને કારણે રોડનું કામ શરુ થઇ શક્યું નથી તા. 10 થી રોડનું કામ શરુ કરવાની ખાતરી આપી હતી

Advertisement
Tags :
Advertisement
Advertisement