For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોટડાસાંગાણી અરડોઇ રોડથી ગોંડલ રોડને જોડતો બાયપાસ મંજૂર થતા લોકો ખુશ

11:28 AM Sep 06, 2024 IST | Bhumika
કોટડાસાંગાણી અરડોઇ રોડથી ગોંડલ રોડને જોડતો બાયપાસ મંજૂર થતા લોકો ખુશ
Advertisement

કોટડાસાંગાણીમાં છેલ્લા કેટલાક સમયથી બાયપાસ રોડની રજુઆત કરવામાં આવતી હતી જેમાં કોટડાસાંગાણી માં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યાનો માથાના દુખાવા સમાન બની જાય છે હાલમાં કોટડાસાંગાણીમાં બસ સ્ટેન્ડ થી શરીફ ચોક સરદાર ચોક નવા દરવાજા સુધી ટ્રાફિક સમસ્યા કાયમ માટે માથાના દુખાવા સમાન બનીરહે છે વાહન ચાલકોને ભારે મુશ્કેલી હેઠવી પડે છે અને વાહન ચાલકોને કોઈ અકસ્માત ન થાય તેના માટે વાહનોને મુશ્કેલીથી ચલાવવું પડે છે આ સાકરો રોડ હોવાથી મોટા વાહનો એસટી બસ આ રોડ ઉપરથી આવે છે ત્યારે સામેથી આવતા વાહનોને ટ્રાફિક જામ થઈ જાય છે અને વાહન ચાલકો માથાનો દુખાવા સમાન બની જાય છે અને આ રોડ ઉપરથી એમ્બ્યુલન્સ અનેક વાહનો તાલુકાના અધિકારીઓની ગાડીઓ આ રોડ ઉપરથી રોજે રોજ ગાડીઓ આવતી જતી હોય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને આ રોડ ઉપર અનેક વાનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ બાયપાસ રોડની અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હતી આ બાયપાસ રોડની માંગણી કરવામાં આવતી હતી અને આ રોડ માટે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયાએના પ્રયાસોથી અને આગેવાનોની ઘણા સમયથી માંગણી કરવામાં આવતી હતી. બાયપાસ બનાવવામાં આવે અને લોકોની વાહન ચાલકોની ભારે મુશ્કેલી દૂર થાય તેવી માંગણી કરવામાં આવતી હતી તે આ માંગણીને ધ્યાનમાં લઈને બાયપાસ રોડ મંજૂર કરવામાં આવેલ કોટડાસાંગાણીમાં ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્નનો બાયપાસ રોડથી વાહનોને આવવા જવા માટે સારી એવી સવલત રહેશે વાહનો માટે મુશ્કેલી પણ દૂર થઈ શકશે ટ્રાફિકની સમસ્યા પણ હલ થઈ શકશે.

Advertisement

આ બાયપાસ રોડથી ગ્રામજનોને અને વેપારીઓને ભારે મુશ્કેલી પણ દૂર થઈ શકશે લોકોને ગામમાં કોઈપણ વસ્તુ ખરીદી કરવા માટે જવાનું હોય છે તે પણ ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન હલ થઈ શકશે અને લોકોને અને નાના વાહનોને પણ મુશ્કેલી દૂર થઈ શકશે આ ટ્રાફિક સમસ્યા ઘણા લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાનો અંત આવસે આ રોડ બાયપાસ મંજૂર કરવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement