GPSCની મૌખીક પરિક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્કસ
ભાજપ નેતાના લેટરબોમ્બથી ખળભળાટ, કોંગ્રેસના પણ ભ્રષ્ટાચારના આક્ષેપો
ગુજરાત જાહેર સેવા આયોગ પર મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક આપવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જીપીએસસી સામે ભાજપ નેતાના લેટર બોમ્બથી ખળભળાટ મચી ગયો હતો. ભાજપ નેતા હરીભાઈ ચૌધરીએ GPSC પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે પત્રમાં સામાજિક અને જાતિ આધારિત કારસો GPSCમાં ઘડાતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક આપવામાં આવે છે.
GPSCની મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને ઓછા માર્ક અપાય છે. GPSCમાં સામાજિક, શૈશણિક પછાત વર્ગના એક પણ સભ્ય નથી. મૌખિક પરીક્ષાની પેનલમાં સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગના સભ્ય નથી. સામાન્ય સમુદાયના લોકોને લેખિતમાં ઓછા, મૌખિકમાં વધુ માર્ક જોવા મળે છે. ચોક્કસ સમુદાયને જ ફાયદો થાય છે. માર્કમાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે.
હરીભાઈ ચૌધરી ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ છે. હરિભાઇ સામાજીક આગેવાનની સાથે સાથે ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ તેમના પુત્ર અમીત ચૌધરી ભાજપમાં જોડાયા હતા. અમિત ચૌધરી માણસાના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
હરીભાઈ ચૌધરીના પત્ર બાદ કોંગ્રેસ પણ મેદાને આવી હતી. કોંગ્રેસના નેતા બીસી રાઠોડે જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.
ગુજરાત જાહેર સેવા મૌખિકના નામે વેપલો કરે છે. ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીમાં ભ્રષ્ટાચાર થાય છે. GPSCના ચેયરમેન એક જ પ્રકારની પેટર્ન ચલાવી રહ્યા છે. GPSCમાં ચોક્કસ સમુદાય વિરુદ્ધ કારસ્તાન ચાલી રહ્યું છે. 400થી લાવનાર ઊઠજના 11 ઉમેદવારોને 71થી 90 માર્ક આપ્યા છે.