સ્વ.વિજયભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં તમામ ક્ષેત્રના લોકો ઉમટ્યા
05:27 PM Jun 17, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન થતા આજે રેસકોર્ષ મેદાનમાં રમેશ પારેખ રંગભવનમાં યોજાયેલ પ્રાર્થના સભામાં પણ સંતો-મહંતો- રાજકીય- સામાજિક આગેવાનો, વ્યાપાર-ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ.વિજયભાઇના આત્માના મોક્ષાર્થે પ્રાર્થના કરી હતી. ગઇકાલે નીકળેલી સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમયાત્રામાં પણ અભૂતપૂર્વ સંખ્યામાં લોકો જોડાયા હતા અને સ્વ.વિજયભાઇને અશ્રુભીની વિદાય આપી હતી
Advertisement