For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી કલેકટરમાં લોકોને ભરોસો નથી, મહિલાઓનો ચક્કાજામ સાથે વિરોધ

11:56 AM Jul 12, 2025 IST | Bhumika
મોરબી કલેકટરમાં લોકોને ભરોસો નથી  મહિલાઓનો ચક્કાજામ સાથે વિરોધ

રવાપર વિસ્તારમાં ધારાસભ્યને બોલાવવાની હઠ્ઠ સાથે રસ્તો બંધ કર્યો

Advertisement

મોરબી જીલ્લા કલેકટરે પત્રકાર પરિષદ સંબોધી નાગરિકોને ખાતરી આપી હતી અને મહાનગરપાલિકા તંત્રએ અધિકારીઓની યાદી જાહેર કરી કામગીરી કરવાની ખાતરી આપ્યા છતાં નાગરિકોને હજુ ભરોસો ના હોય તેમ આજે રવાપર ગામની મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો થાળી વગાડી તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.

મોરબીના રવાપર ગામે રામ સેતુ સોસાયટી અને ઉમિયાનગરમાં રોડ રસ્તા સહિતના પ્રશ્ને મહિલાઓ થાળી લઈને રોડ પર ઉતરી આવી હતી અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.

Advertisement

તંત્રની કામગીરીની ખાતરી છતાં નાગરિકો માનવા તૈયાર નથી આજે રવાપર ગામે મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા નહિ આવે ત્યાં સુધી આંદોલન નહિ સમેટાઈ તેવો હુંકાર કર્યો હતો જોકે ધારાસભ્ય મોરબી હાજર ના હતા અને મહાનગરપાલિકા તંત્ર તુરંત પહોંચી કામગીરી શરુ કરતા હાલ મામલો થાળે પડ્યો છે જોકે એક બાદ એક આંદોલન ચાલી રહ્યા છે ત્યારે નેતાઓ રાજકીય વર્ચસ્વની લડાઈમાં વ્યસ્ત જોવા મળે છે અને પ્રજાની પીડા સાથે કોઈ લેવાદેવા નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને અપીલ કરી
મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં દિવસ અને રાત કામગીરી ચાલી રહી છે પંચાસર રોડ, ક્ધયા છાત્રાલય રોડ, આલાપથી એસપી રોડ, લાયન્સનગર સહિતના વિસ્તારમાં કામગીરી પૂર્ણ થઇ છે તેમજ આગામી સમયમાં વિસીપરા મેઈન રોડ, નહેરુ ગેટથી દરબાર ગઢ સુધીનો રોડ પર કામગીરી કરવામાં આવશે કમિશનરે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે આંદોલન ના કરવા જોઈએ રજૂઆત માટેની પ્રક્રિયા છે તે મુજબ પ્રશ્ન રજુ કરો તેમજ રૂૂબરૂૂ મળીને રજૂઆત કરી શકો છો તંત્ર પ્રજાને સાંભળવા અને તેના કામો કરવા કટિબદ્ધ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement