મોરબીમાં ફાયરિંગના ગુનામાં ઝડપાયેલા શખ્સને કરાયા પાસા
11:31 AM Nov 16, 2024 IST | admin
અમદાવાદ જેલમાં ધકેલાયો
Advertisement
મોરબી શહેરમાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા કરાયો.મોરબી શહેરમાં અવાર નવાર શરીરસબંધી તેમજ ફાયરીંગ કરેલના ગુનામા પકડાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર શરીર સબંધી તેમજ ફાયરીંગ કરેલ ગુન્હામા પકડાયેલ અસામાજીક ઇસમ મહીપતસિંહ અનિરૂૂધ્ધસિંહ જાડેજા ઉ.વ.28 રહે. મોરબી શનાળા રોડ ઉમીયાસર્કલ યદુનંદન-1 વિરૂૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને અમદાવાદ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.
Advertisement
Advertisement