For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં હનુમાન ગેઇટ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ

01:56 PM Nov 07, 2025 IST | admin
જામનગરમાં હનુમાન ગેઇટ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ

Advertisement

જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે વાહન ચેકિંગ ની પણ ઝુંબેશ અવીરત ચાલુ રાખવામાં આવી છે, જેના ભાગરૂૂપે ગઈકાલે રાત્રે સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે સધન વાહન ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ટીમ દ્વારા પ્રત્યેક વાહનચાલકોને અટકાવીને વાહનોના કાગળો, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ચેક કરવામાં આવ્યા હતા, સાથે સાથે ફોરવીલ માં ડાર્ક ફિલ્મ તેમજ મોટરસાયકલ માં મોડીફાઇડ સાઇલેન્સર તથા ડ્રીંક એન્ડ દ્રાઈવ સબંધે સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા અનેક વાહનચાલકો દંડાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement