યાત્રાધામ ચોટીલા શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ
ચોટીલા શહેરમાં મોટા પ્રમાણમાં અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. લોકો માટે કાયમી માથાના દુ:ખાવા સમાન બની ગયેલ આ મુશ્કેલી પાછળ મુખ્ય કારણ શહેરની સાખડી બજારોમાં પસાર થતા ફોરવ્હીલ વાહનો તેમજ આડેધડ પાર્ક કરાતા વાહનોને કારણે લોકો માટે આ મુશ્કેલીનો સામનો કરવું ફરજીયાત થઈ ગયેલ છે. ચોટીલા મેઈન બજાર એવા ભાવસાર ચોક થી ટાવર ચોક થી આણંદપુર રોડ તેમજ નાની જગ્યા છત્રી ચોક સુધી આડેધડ થતા વાહન પાર્કિંગ અને સાકડા રસ્તામાં પસાર થતા ફોર વ્હીલ ને કારણે મોટી મુશ્કેલી રાહદારીઓ માટે સર્જાય છે.
ખાસ કરીને ઉમર લાયક સિનીયર સીટઝન, નાના બાળકો અને મહિલાઓ આવા કારણોસર કફોડી મુશ્કેલીમાં મુકાતા જોવા મળતા હોય છે. ટાવર ચોક થી આણંદપુર રોડ સુધી મોટી ભીડ સર્જાય છે આ રોડ ઉપર અનેક દવાખાના અને હોસ્પિટલ તેમજ મેઇન માર્કેટ આવેલી છે. શહેર અને ગ્રામ્ય લોકોનો અવર જવર આ રોડ ઉપર વધુ રહે છે. આ મેઇન રોડ ઉપર ફોર વ્હીલ અને ભારે વાહન ને પ્રવેશ બંધ કરાવવાની જરૂૂરિયાત હોવાનું લોકો ઈચ્છી રહ્યાં છે.
શહેરનાં મુખ્ય ખાંડી પ્લોટ માર્કેટ અને જુના બસ સ્ટેન્ડ થી કનૈયા ચોકડી તરફ જતા રસ્તા ઉપર સર્જાતા ટ્રાફિક નિયમન કરાવવું ખૂબ જરૂૂરી છે . આ રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગયેલ છે. તેમજ શાળા સમય દરમ્યાન આ રોડ ઉપર મોટા પ્રમાણમાં વિધ્યાર્થીઓની સતત અવર જવર રહે છે. ચોટીલા શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ અધિકારી દ્વારા પગલાં લેવા જરૂૂરી છે તહેવારના દિવાસો ચાલી રહ્યા છે ત્યારે વકરી જતી ટ્રાફિકની સમસ્યા ના ઉકેલ માટે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોકોની માગણી છે .