વોર્ડ નં.15નાં ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ખરાબ હાઇવે-સર્વિસ રોડથી લોકો ત્રસ્ત
વોર્ડ નં.15માં આવતા આજીડેમ ચોકડીથી કોઠારીયા (હુડકો) ચોકડી વચ્ચે આવેલ ઇન્સ્ટ્રીયલ ઝોન અને રહેવાસી વિસ્તારનાં લોકોને છેલ્લા 15 વર્ષથી કાયમી ધોરણે ખરાબ હાઇવે સર્વિસ રોડ તથા ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આ સમસ્યાની નિરાકરણ લાવવા કોંગ્રેસ અને ઇન્ડસ્ટ્રીઝ ઝોનનાં આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવાયું હતું કે વોર્ડ નંબર 15 માં આવતા આજીડેમ ચોકડીથી કોઠારીયા (હુડકો)ચોકડી વચ્ચે આવેલા તમામ વિસ્તારો કે.પી. ઇન્ડસ્ટ્રી ઝોન, એન. બી. ઇન્ડસ્ટ્રીઝ જોન, રામનાથ ઇન્ડસ્ટ્રીઝ ઝોન 1,2,3,4 , આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મારુતિ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, કિસાન ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ધારા ઇન્ડસ્ટ્રીઝ એરીયા, સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, પરમધામ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરીયા, કેસરીનંદન ઇન્ડસ્ટ્રીઝ એરીયા, નવ ભારત ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ઓમ ઉદ્યોગ નગર, ક્રાંતિનગર ઇન્ડસ્ટ્રીઝ એરીયા, શિવધારા પાર્ક 1,2, હરિઓમ પાર્ક રહેણા વિસ્તાર, રામ પાર્ક, મુકેશ પાર્ક રહેણાક વિસ્તાર, શ્રી રાધાકૃષ્ણ સોસાયટી અને હાઈવેની સામેની બાજુ સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મધુરમ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ, શિવમ ઇન્ડસ્ટ્રીઝ એરીયા ,મીરા ઉદ્યોગ જોન ,રાધા મીરા 1,2 ઇન્ડસ્ટ્રીઝ ઝોન એન.બી. ઇન્ડસ્ટ્રીઝ ઝોન સુવર્ણ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ આમ અલગ અલગ એરીયા ખોખરદર નદીના પુલ અને આજી નદીના પુલની વચ્ચે આવેલા છે વોર્ડ નંબર 15 ના આ અલગ અલગ એરીયા છે અને હજી પણ અમુક એરીયા નવા ડેવલપ થવા જઈ રહ્યા છે આ તમામ વિસ્તાર ના લોકો ને કાયમી ધોરણે હાઇવે ખરાબ છે અને સર્વિસ રોડ ખરાબ છે તો ટ્રાફિકનો સામનો કરવો પડે અને રોડ ઉપર વધારે ખાડા હોવાથી ત્યાં દરરોજ કાયમી ધોરણે અકસ્માત ના બનાવો પણ અનેક બને છે.
હયાત પરિસ્થિતિ પ્રમાણે આ બાજુ આવેલા વિસ્તારમાં જવા માટે અથવા બાળકોને શાળા એ મુકવા-તેળવા ફરજિયાત ઊંધી દીશા માં પોતાના અને તથા મુકવા-તેળવા આવતા વાહનો ને પણ ફરજિયાત ઊંધી દીશા માં પોતાના વાહનો ચલાવી ને પસાર થવું પડે છે.
હાલમાં ખોખડ દળ નદી ના પુલ ઉપર એટલા પ્રમાણ માં ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય છે,જે કાયમી માટે માથા ના દુખાવા સમાન થઇ ગઈ છે. અંદાજિત 2 થી 3 કી.મી. ટ્રાફિક જામ ની સ્થીતી સવાર સાંજ સર્જાય છે. જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નું નિર્માણ થઇ રહ્યું છે જેને લીધે હુડકો ચોકડી થી માંડી ને આજી ડેમ ચોકાડી સુધી અત્યંત ભય જનક મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે,તેનો જાતે સમય આપી ને સ્થળ નિરીક્ષણ માટે હાજરી આપે અને આ સમસ્યા નો કાયમી ઉકેલ આવે એના માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.