KYC અપડેટમાં લોકોને ભારે હેરાનગતિ
રાજકોટ તો ઠીક રાજ્યભરમાં સરકારી કચેરીઓ રામભરોસે ચાલી રહી છે ત્યારે રાજકોટની જૂની મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી કેવાયસી અપડેટ માટે લોકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના હાથ સે હાથ જોડો અભિયાનની રાજકોટ ટિમ દ્વારા એજન્ટ રાજ વચ્ચે અધિકારીઓને નકલી નોટો પધરાવી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસના હાથ સે હાથ જોડો અભિયાનના રાજકોટ પ્રમુખ કલ્પેશભાઈ કુંડલીયાની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે જૂની મામલતદાર કચેરીમાં કેવાયસી અપડેટ માટે દરરોજ હજારો લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.
સવારના છ વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહી જતા હોય છે પરંતુ બાબુરાજ વચ્ચે બેફામ બનેલા અધિકારીઓ અગ્યાર વાગ્યે આવી કોઈ ને કોઈ ખામી કાઢી ડોક્યુમેન્ટ ઘટે છે કાલે આવજો કહી અરજદારોને કાઢી મુકતા હોય છે તો ક્યારેક લાઈટ ન હોવાનું તો ક્યારેક કનેક્ટિવિટી નહીં હોવાના બહાના બતાવી લોકોને ભારોભાર હેરાન કરવામાં આવી રહ્યા છે
તો બીજી તરફ એસી ઓફિસમાં બેસતા સરકારી બાબુઓ સાથે સીધી મીલીભગત ધરાવતા એજન્ટોને જો પૈસારૂૂપી ભોગ ધરાવવામાં આવે તો કામ ફટાફટ થઇ જાય.છે ત્યારે ગતિશીલ ગુજરાતની વાત વચ્ચે રાજકોટની સરકારી કચેરીની હાલત કંઈક જુદી જ છે અહીં પૈસા આપ્યા વિના કામો જ ન થતા હોવાથી આજે કોંગ્રેસની હાથ સે હાથ જોડોની રાજકોટની ટિમ દ્વારા પૈસા ખાઉ અધિકારીઓને નકલી નોટો આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
આ કાર્યક્રમમાં જયેશભાઈ ઠાકોર, નંદાભાઈ ડાંગર, દીપકભાઈ મકવાણા, રાજુભાઈ ગોસ્વામી, હરેશભાઇ પરમાર, રમેશભાઈ દહીંયા, જીત પારેખ, બિપીનભાઈ વાઘેલા વિગેરે જોડાયા હતા.