બગસરા જૂની પાલિકાના બિલ્ડિંગ પાસે આવેલ મુતરડીમાં ગંદકીના ગંજથી લોકો પરેશાન
વિરોધ પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં પાલિકાની બેદરકારી સામે લાવવા વીડિયો વાઈરલ કર્યો
બગસરા પાલિકા દ્વારા બનાવામાં આવેલ મુતરડીમાં ગંદકીથી ત્રાસી ગયેલા લોકો દ્વારા પલિકાને અરજી આપવામાં આવી હતીકે વેપારીઓ માટે આ વિસ્તરમાં એક માત્ર મુતરડી આવેલી છે તે પણ અતિ ભયંકર દુર્ગંધ યુકત અને ગંદકીથી ખદબદતી મુતરડીથી ત્રાહિમામ પોકારી ગયેલા છે. તેમ છતાં . ચીફ ઓફિસર પાલિકાના સતાધિશોને કોઈ પણ પ્રકારની પડી ના હોય તેમ લાગી રહેલ છે. અનેકવાર વેપારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે પરંતુ આખ આડા કાન કરે છે.
જયારે એક તરફ પાલિકા સફાઈના નારા ગાઈ રહેલ છે સારા સારા ફોટા પડાવી ચોખ્ખી જગ્યાના અને નગરપાલિકાની એપમાં ચડાવે છે જયારે બીજી તરફ મુતરડીમાં ગંદકીથી ખદબદી રહેલ છે જેના હિસાબે એટલી હદે દુર્ગંધ ફેલાઈ રહેલી છે કે જેના હિસાબે વેપારીઓને પોતાની દુકાનમાં ધંધો કરવો પણ મુશ્કેલ બની ગયેલ છે.જયારે પાલિકાના સતાધિશો દ્વારા કાલે સફાઈ કરાવી દેશું એવા મસ મોટા વચનો આપી રહેલા છે પરંતુ સફાઈના નામે મીંડું ફેરવી રહેલી છે.
કોઈ સફાઈ કરવા ફરકતું પણ નથી જયારે આ બાબતે વિરોધ પક્ષ દ્વારા પણ સોસીયલ મિડયામાં લાઈવ વિડીયો મૂકીને પણ આ અઘોર તંત્રની આખો ખોલવાનો પણ પ્રયાશ પણ કરેલ હતો તેમ છતાં સતાધિશોનું પેટનું પાણી પણ હાલતુ નથી. જેના હિસાબે વેપારીઓમાં પણ નરાજગી જોવા મળી હતી. અને તત્કાલ પાલિકા દ્વારા આ મુતરડીને તત્કાલ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.