ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એરફોર્સનું અભૂતપૂર્વ શૌર્ય અને સ્ટંટ નિહાળી લોકો દંગ

04:33 PM Dec 06, 2025 IST | Bhumika
Advertisement

સૂર્યકિરણ એર શો અને આકાશગંગા સ્કાય ડાઇવિંગનો પરર્ફોમર્સનો અટલ સરોવર ખાતે પ્રારંભ

Advertisement

કાલે શસ્ત્ર પ્રદર્શન અને એર શો સહિતના કાર્યક્રમોનું વિનામુલ્યે આયોજન

ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એટલ સરોવર આસપાસના વિસ્તારોના આકાશમાં આવતીકાલે સવારે 10:00 વાગ્યે યોજાનાર સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રીહર્સલ આજરોજ સવારે 10:00 વાગ્યાથી યોજાયું હતું જેને હજ્જારો લોકોએ હર્ષનાદ અને ચીચીયારીથી વધાવી લીધું હતું. આ અવસરે મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ કમિશનરઓ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એર-શોની સાથોસાથ ડીફેન્સનાં શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ છે.

ભારતીય વાયુસેનાના સુર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આવતીકાલે સવારે 10:00 વાગ્યાથી યોજાનારા ભવ્ય એર શો સાથે, પ્રથમ વખત શહેરના નાગરિકો પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ માણી શકશે. અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે) ના આકાશમાં અદભુત સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ, શસ્ત્ર પ્રદર્શન અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઈવ પ્રદર્શન યોજાશે. આ તમામ પરફોર્મન્સ આજે તા.06-12-2025ને શનિવારના રોજ ફૂલ ડ્રેસ રિહર્સલમાં પણ આવરી લેવામાં આવ્યા હતા.

આજે શનિવારે રીહર્સલ શરૂૂ થયા પૂર્વે સવારે 10:00 કલાકે ગરૂૂડ કમાન્ડોના શસ્ત્રોના પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ઈ-295 એરક્રાફ્ટની ફ્લાયપાસ્ટ સાથે એર-શોનો આગાઝ થયો હતો. ત્યારબાદ આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના જવાનો દ્વારા દ્વારા, 8000 ફૂટની ઉંચાઈએ ઉડતા એરક્રાફ્ટમાંથી પેરાશૂટ સાથે આકાશમાં જમ્પ કરી લોકોના દિલની ધડકન તેજ કરી દીધી હતી. આ જવાનોએ ધરતી પર જે સ્થળે સેઈફ લેન્ડીંગ કર્યું તે સ્થળેથી જવાનોને હેલિકોપ્ટર ખઈં- 17ટ5 દ્વારા વિંગસિંગ ઓપરેશનમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ટીમના પેરાટ્રૂપર્સ આકાશમાંથી ઝડપભેર ઝંપલાવી અનોખા ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અત્યંત દિલધડક સ્ટન્ટ્સ રજૂ કરે છે. કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થયો હતો. આ પછી એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ સાથે આકાશમાં નવ નવ વિમાનો દ્વારા ભવ્ય એર-શો યોજાયો હતો. આ કાર્યક્રમોએ રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જી હતી.

ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ જીિુફસશફિક્ષ અયજ્ઞિબફશિંભ ઝયફળના નવ-નવ વિમાનોએ આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરી સૌના દિલ જીતી લીધા હતાં. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટ્સની કુશળતા નિહાળી નાગરિકો રોમાંચિત થઇ ગયા હતા અને તેઓએ હર્ષનાદ અને ચીચીયારી સાથે આ પરફોર્મન્સને વધાવી લીધું હતું.

એરફોર્સ બેન્ડ પર દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મીલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકે સમગ્ર એર-શોમાં અભૂતપૂર્વ માહોલ સર્જ્યો હતો.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સિટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ 17 થી 20 જેટલી મોટી સ્ક્રીન મુકવામાં આવી છે અને તેના માધ્યમથી બહોળી સંખ્યમાં લોકો એર-શોના સાક્ષી બન્યા હતા. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાયા હતા.

નાગરિકોને ભારતીય વાયુસેનાની પરંપરા, શિસ્ત અને પ્રતિષ્ઠાની નજીક લાવવા, યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાને પ્રેરિત કરવા, દેશભક્તિને નવી ઊંચાઈએ લઈ જતું સાંસ્કૃતિક અને સાહસિક સંયોજન પ્રદાન કરવા અને શહેરની પ્રગતિશીલ છબીમાં એક અભૂતપૂર્વ ઉમેરો કરવા અંગેનો આ ઐતિહાસિક ઇવેન્ટનો હેતુ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને પરિવાર સાથે આ અનોખા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આકાશથી ધરતી સુધી વ્યાપતું આ ગૌરવમય પ્રદર્શન માણવા વિનંતી કરે છે. આવો, દેશના શૂરવીરોને સલામ કરવા અને રાજકોટના વિકાસ ગાથામાં એક યાદગાર અધ્યાય ઉમેરવા માટે આપ સૌ જોડાઓ.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement