ધોરાજીના જૂનાગઢ રોડ પર ધૂળની ડમરીથી રાહદારીઓ ત્રાહિમામ
11:55 AM Oct 16, 2025 IST | Bhumika
પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને લીધે લોકોનું અવરજવરનું પ્રમાણ વધુ
Advertisement
ધોરાજીના જૂનાગઢ રોડ પર ધૂળની ડમરીથી રાહદારીઓ ત્રાહીહામ પોકારી ગયેલ છે.બહોળી સંખ્યામાં બાઈક ચાલકો ધોરાજીના જૂનાગઢ રોડ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા કારખાનાઓ આવેલ છે તેના અનુસંધાને આ રોડ પર અવરજવર કરે છે છેલ્લા કેટલા દિવસથી જૂનાગઢ રોડ જેતપુર રોડ સહિતના રોડ પર ધૂળની ડમરીથી રાહદારી ત્રાહીહામ પોકારી ગયા છે.
દિવાળી નો તહેવાર પર નજીક જ આવી રહ્યો છે હવે જોવાનું એ છે કે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે કે નઈ ? આમ ધોરાજી શહેર નો મુખ્ય માર્ગ એટલે જેતપુર રોડ પર પણ ધૂળ ની ડમરી ઉડે છે અહીંયા પણ લોકો ને ધૂળ ની ડમરી નો સામનો કરવો પડે છે દુકાનદારો અને રાહદારી બહોળી સંખ્યામાં જેતપુર રોડ પર અવર જવર કરવામાં આવે છે.
Advertisement
Advertisement
