રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પડાણાના પાટિયા નજીક પદયાત્રીના વાહનને અકસ્માત નડ્યો: સગર્ભા સહિત 6ને ઇજા

01:50 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્રભરમાંથી પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિરે ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા છે, ત્યારે પદયાત્રીઓની સેવા માટે પણ અનેક કેમ્પ ઉભા કરાયા છે, તો કેટલાક સેવાભાવી લોકો દ્વારા હાઇવે રોડ પર જઈને પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે. જે પૈકીના એક સેવાભાવી લોકોના છ વ્યક્તિના વાહનને પડાણા નજીક અકસ્માત નડ્યો હતો, અને ઘાયલ થયા હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જામનગર શહેરમાં વસવાટ કરતા ત્રણ મહિલા સહિતના 6 સેવાભાવી લોકો એક છોટા હાથીમાં રાહત સામગ્રી લઈને જામનગર થી ખંભાળીયા ધોરીમાર્ગ તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન ગઈ રાત્રે પડાણા ગામના પાટીયા પાસે તેઓના છોટા હાથીને એક ટ્રક સાથે ટકરાઈ જતાં અકસ્માત નડ્યો હતો, અને તમામ છ સેવાભાવી લોકો ઘાયલ થયા હતા.

Advertisement

તેઓને સારવાર માટે 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. જોકે તમામની હાલત સુધારા પર છે, અને મોટાભાગનાને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે.

Tags :
accidentdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement