PDM રેલવે ફાટક તા.9થી 11 સુધી વાહન વ્યવહાર માટે બંધ
ગોંડલ રોડ પર આવેલા માલવીયા કોલેજ નજીક પીડીએમ ફાટક આગામી તા.9થી 11 ડિસેમ્બર દરમ્યાન બંધ રાખવામાં આવશે. ડામરની જગ્યાએ રબર પ્લેટ નાખવાની કામગીરીના કારણે રેલવે દ્વારા સુચના જારી કરાઇ છે. ત્રણ દિવસ ફાટક બંધ રહેતા રૂટ ડાયવર્ટ કરાયા છે. ત્રણ દિવસ દૈનિક 15 હજારથી વધુ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે.
શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા પીડીએમ રેલ્વે ક્રોસિંગ પાસે આગામી તારીખ 9 થી 11 ડિસેમ્બર દરમિયાન ફાટક બંધ રહેવાની હોવાની સુચના આપતા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ફાટક નંબર 11 ( પી. ડી. માલવિયા ફાટક) રેલવે ટ્રેક મેન્ટેનન્સ કાર્ય હેતુ તારીખ 9 થી 11 ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ દરમિયાન વાહન વ્યવહારની સગવડ માટે ફાટક નંબર 12 (અટિકા ફાટક) અને આર. ઓ. બી. નંબર 10 (વિવેકાનંદ ઓવરબ્રિજ) નો ઉપયોગ કરી શકાય.
રેલવે ફાટક પાસે ડામર નાખ્યો હોવાથી ત્યાથી પસાર થતી ટ્રેનમાં મુસાફરોને થડકા આવે છે. ઉપરાંત ડામર નીકળી જાય તો મુશ્કેલી ઊભી થાય છે તેવામાં હવે દરેક રેલવે ફાટક પાસે ડામરના સ્થાને રબર પ્લેટ નાખવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ઙઉખ ફાટક પાસે રબર પ્લેટ નાખવાની કામગીરી કરવામાં આવશે. જે કામગીરીના ભાગરૂૂપે જ ત્રણ દિવસ સુધી આ રેલવે ફાટક બંધ રહેશે જેથી ત્યાંથી આ સમય દરમિયાન વાહન ચાલકો પસાર નહીં થઈ શકે.