જંગલેશ્વર અને ઢેબર કોલોનીમાં દેશીદારૂના અડ્ડાઓ ઉપર પીસીબીના દરોડા
ઘરમાં દેશીદારૂની ભઠ્ઠી ચલાવતા અને વેપલો કરતા બે બૂટલેગરની ધરપકડ
પોલીસ કમિશ્નરના સીધા દેખરેખ હેઠળ કાર્યરત પી.સી.બી.ની ટીમ દારૂૂ જુગારના અડ્ડાઓ ઉપર ધોસ બોલાવી રહી છે ત્યારે ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સ્થળે દરોડામાં જંગલેશ્વર બુધ્ધનગર શેરી નં.1 મકાનમાંથી દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી તથા ઢેબર કોલોની ઇમામ ખાનાની સામેની શેરીમાંથી દેશી દારૂૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.
પીસીબીના પીએસઆઈ એમ.જે.હુણની ટીમે બાતમીના આધારે જંગલેશ્વર શેરી નં.1 બુધ્ધનગરમાં દરોડો પાડી મહેશ ઉર્ફે બગો કાળુભાઇ જુલાણીયાને ત્યાંથી દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી તેમજ ઢેબર કોલોની ઇમામ ખાનાની સામેની રહેતા મનસુખ રણછોડ મકવાણાની દેશીદારૂૂ સાથે ધરપકડ કરી રૂૂા.9,000ની કીમતનો 45 દેશી દારૂૂ લીટર તેમજ રૂૂા.15,000નો 600 લીટર દેશી દારૂૂ બનાવવાનો તથા દેશી દારૂૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂૂા.32,250 નો મુદામાલ તેમજ મનસુખ રણછોડ મકવાણાને ત્યાંથી રૂૂા.10,400નો પ2 લીટર દેશી દારૂૂ કબજે કર્યો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા સુચનાથી પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુણ. પી.બી.ત્રાજીયા એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ,કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકીએ કામગીરી કરી હતી.