For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇમ્પેકટ ફીનો માર્ગ મોકળો, હવે ટીપી વિભાગ પ્રથમ મંજૂરી આપશે

05:50 PM Mar 10, 2025 IST | Bhumika
ઇમ્પેકટ ફીનો માર્ગ મોકળો  હવે ટીપી વિભાગ પ્રથમ મંજૂરી આપશે

પહેલા ફાયર કે ટીપીમાં પ્લાન મૂકવો તે મુદ્દે ઊભી થયેલ ગૂંચવણનો ઉકેલ લાવવા મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર જાહેર કર્યો

Advertisement

રાજય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો નીયમ અનુસાર નીયમીત કરવા માટે ઇમ્પેકટ ફી યોજના અમલમાં મુકી છે. જેમાં નક્કી કરેલા નીયમો હેઠળ કોર્મોર્શિયલ અને રહેણાંકના બાંધકામો રેગ્યુલરાઇઝ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઇમ્પેકટ પ્લાનમાં અગાઉ ટાઉનપ્લાનીંગ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા ફેકાફેકી થતી હતી અરજદારો દ્વારા ફાયરમા પ્લાન રજુ કરાઇ ત્યારે તેઓને ટીપીમાં મંજુરી મેળવવાનુ કહેવાનુ આવતુ અને ટીપી વિભાગ દ્વારા પ્રથમ ફાયરમાંથી મજુરી લઇ આવો તેઓ આગ્રહ રખાતા ઘણા સમયથી કોકડુ ગુચવાયુ હતુ જેનો કમિશનર તુષાર સુમેરાએ રસ્તો કાઢી પરિપત્ર જાહેર કર્યો છે અને ઇમ્પેટની અરજી પ્રથમ ટાઉનપ્લાનીંગ વિભાગે ચેક કરી પ્રોવિઝનલ મજુરી આપી ફાયર વિભાગે મોકલવાની રહેશે અને ફાયર એનઓસી આપે ત્યારબાદ પ્લાન મજુર કરવાનો નિર્ણય ટીપી વિભાગ લેશે તેમ આદેશ કર્યો છે.

સરકાર દ્વારા ઇમ્પેકટ ફીની અમલવારી સરળતાથી થઇ શકે તે માટે વખતો વખ મુદતમાં વધારો કર્યો છે. પરંતુ ઓફલાઇન અરજીઓ શરૂ થયા બાદ અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. કારણકે ઇમપેકટ ફી હેઠળ પ્લાન પ્રથમ ફાયર વિભાગને આપી મંજુરી મેળવાનો નિયમ અમલામાં છે. પરંતુ ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર વિભાગે હાથ ઉચા કરી દેતા અરજદારો ટીપી વિભાગ પાસે દોડ્યા હતા જયા તેમને ફાયરની મજુરી મેળવાનુ કહેવામાં આવતા કોકડુ ઘણા સમયથી ગુચવાયુ હતુ અને અરજદારો દ્વારા આ મુદે અનેક ફરિયાદો થતા અંતે મ્યુ.કમિશનર તુષાર સુમારાએ બંન્ને વિભાગની જવાબદારીઓ ફિકસ કરી પરીપત્ર જાહેર કર્યો છે.

Advertisement

મ્યુ.કમિશનરે જારી કરેલ પરીપત્રમાં જણાવ્યા મુજબરાજકોટ મહાનગરપાલિકામાં ગૂડા 2022, હેઠળ જેમાં ફાયર એન.સૌ.સી. આવશ્યક હોય બિનરહેણાંક બાંધકામો નિયમબદ્ધ કરવા માટે આવતી અરજીઓની મંજુરી માટે નીચે દર્શાવ્યા મુજબની ડાર્યપદ્ધતિ અનુસરવાની રહેશે. ગુડા, 2022 હેઠળ બિનરહેણાંક બાંધકામ નિયમળદ્ધ થવા અરજદાર પોતાના પ્લાન રજુ કરે ત્યારે ટી.પી./ટી.ડી.ઓ. શાખા દ્વારા સૌપ્રથમ રજુ થયેલ પ્લાન ગુડા, 2022 હેઠળ મંજુરીને પાત્ર છે કે કેમ તે અંગેની ચકાસણી કરશે. ટી.પી./ટી.ડી.ઓ. શાખા દ્વારા ચકાસણી થયા બાદ જે રજુ થયેલ પ્લાન ગુડા, 2022 હેઠળ મંજુરીને પાત્ર હોય તો તે પ્લાનની એક પ્રિન્ટમાં "ઋજ્ઞિ ઋશયિ ગ.ઘ.ઈ. ઘક્ષહુ" ની નોંધ સાથે તે પ્લાન ફ્રાયર એન.ઓ.સી. મેળવવા માટે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં મોકલી આપશે. ટી.પી./ટી.ડી.ઓ. શાખા દ્વારા "ઋજ્ઞિ ઋશયિ ગ.ઘ.ઈ. ઘક્ષહુ" ની નોંધ સાથે મળેલ પ્લાનને કાયર એન.ઓ.સી. આપી શકાય કે કેમ તે બાબતની ચકાસણી કરી, જે ફાયર એન.ઓ.સી. આપી શકાય તેમ હોય તો ચીફ ફાયર ઓફિસર દ્વારા પ્લાનની નકલ પર સહી કરી, પ્રમાણિત કરવામાં આવશે અને રજુ થયેલ પ્રકરણ ફાયર એન.ઓ.સી. સાથે ટી.પી./ટી.ડી.ઓ. શાખા તરફ મોકલી આપશે. ટી.પી./ટી.ડી.ઓ. શાખાને ચીફ ફાયર ઓફિસર તરફથી પ્લાનની પ્રમાણિત નકલ અને ફાયર એન.ઓ.સી. મળ્યેથી રજુ થયેલ પ્રકરણ પરત્વે ગૃડા, 2022 હેઠળ સક્ષમ કક્ષાએથી મંજુરી મેળળવાની કાર્યવાહી કાયર્વાહી હાથ ધરવાની રહેશે.

બંન્ને વિભાગ દ્વારા સ્થળ તપાસ ફરજિયાત
મ્યુ.કમિશનરે આજે પરીપત્ર જાહેર કરી ઇમ્પેકટ ફી હેઠળ આવતી અરજીના નીકાલનો રસ્તો શોધી કાઢયો છે. પરંતુ ટાઉનપ્લાનીગ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા નિયમ મુજબની મજુરી મળી ગયા બાદ અરજદારે રજુ કરેલ પ્લાન મુજબનુ બાંધકામ છે કે નય તે બાબતની તપાસ બંન્ને વિભાગ દ્વાર કરવામાં આવશે જો પ્લાન મુજબનુ બાધકામ નહોય તો ટીપી વિભાગ પ્લાન રદ કરશે જયારે ફાયરસેફટીના નીયમોની અમલવારી થતી ન હોયતો ફાયર વિભાગ મજુરી નહી આપે જેના લીધે અરજદારે મુકેલ વધારાના બાંધકામનો પ્લાન આપોઆપ રદ થઇ જશે અને ટીપી વિભાગ દ્વારા ગેરકાયદેસર આ બાંધકામ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે

Advertisement
Tags :
Advertisement
Advertisement