For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટીલ એક્શનમાં, ચૂંટણીઓની તૈયારી માટે યોજેલી બેઠક

04:38 PM Jul 19, 2024 IST | admin
પાટીલ એક્શનમાં  ચૂંટણીઓની તૈયારી માટે યોજેલી બેઠક

પ્રદેશ પ્રમુખ પદે હાલ યથાવત જ રહેવાનો નિર્દેશ, તમામ શહેર-જિલ્લા સંગઠનના હોદેદારોને તેડુ

Advertisement

ગુજરાત પ્રદેશ ભાજપમાં મોટાફેરફારો થવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલતી હતી. પરંતુ આજે શહેર અને જિલ્લા સંગઠનના હોદેદારોને કમલમ ખાતે બોલાવવામાં આવતા હાલ સંગઠનમાં ફેરફાર થવાની શક્યતા ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયુ છે. અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ જિલ્લા અને શહેરના સંગઠનોમાં ફેરફાર કરવાનું મુલતવી રાખી નજીક આવતી સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પ્રથમ સંગઠાથત્મક બેઠક યોજી હતી.સવારથી કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.દરમિયાન તમામ 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રભારી પ્રમુખ અને મહામંત્રીઓ સાથે પણ બપોરે બેઠક યોજશે.જેમાં પક્ષના આગામી કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવશે.સંગઠાત્મક બેઠકમાં લોકસભાની ચૂંટણીના પરિણામનું સમીક્ષા પણ કરવામાં આવે તેવી સંભાવના હાલ દેખાય રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર.પાટીલને કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે.આ જવાબદારી મળ્યા બાદ તેઓ સાળંગપુર ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.દરમ્યાન આજે તેઓએ કેન્દ્રીય મંત્રી બન્યા પ્રથમવાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સંગઠાત્મક બેઠકો બોલાવી હતી.સવારથી કમલમ ખાતે સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ મોરચાના હોદ્દેદારો સાથે વન ટુ વન બેઠક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બપોરે 2:30 કલાકે રાજ્યના તમામ 33 જિલ્લાના અને આઠે મહાનગરપાલિકાઓના પ્રભારી પ્રમુખ અને મહામંત્રી સાથે બેઠક યોજશે.

Advertisement

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા માધવ દવે અને પ્રભારી ગાંધીનગર પહોંચી ગયા છે. જ્યારે રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા,હરેશભાઈ. હેરમાં અને રવિ માંકડીયા પણ ગાંધીનગર પહોંચી ગયા છે. તેઓની સાથે જિલ્લા પ્રભારી ધવલ દવે પણ હાજર છે. ભાજપ દ્વારા આગામી દિવસોમાં સંગઠાત્મક કાર્યક્રમોની વણઝાર આવી રહી છે. સંગઠન પર્વની પણ ઉજવણી કરવામાં આવનાર છે જેના સંદર્ભ તૈયારીઓ અંગે આજે બેઠક બોલાવવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી માટે રાજ્યના મુખ્યાલયમાં બેઠક થવા જઈ રહી છે. જે માટે બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ રાજ્ય મુખ્યાલય પહોંચશે. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ બાદ તે કમલમ જશે. રાજ્યની ટીમ અને મોરચા પ્રમુખ સાથે સંકલન બેઠક થશે. જે બાદ તમામ જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ સાથે બેઠક યોજાશે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સુસ્ત દેખાઈ રહેલ સંગઠને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની તૈયારી માટે બેઠક યોજી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર માર્ગદર્શન આપશે. ઓક્ટોબર-નવેમ્બરમાં 75 મહાનગરપાલિકાઓ, 9 મહાનગર પાલિકાઓ, 2 જિલ્લા પંચાયતો અને 17 તાલુકા પંચાયતો સાથે 4 હજારથી વધુ પંચાયતો માટે ચૂંટણી યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement