જામનગરમાં સ્ટેન્ટ મૂકયા બાદ સાજા થવાના બદલે દર્દીનું મોત
જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલમાં બિન જરૂૂરી હાર્ટ ની સારવાર કરવામાં આવી હોવાનું સરકાર ની તપાસ માં ખૂલવા પામ્યા પછી સરકારે હોસ્પિટલ અને ડોક્ટર ને સસ્પેન્ડ કર્યા પછી નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. વધુ એક યુવાને પોતાના પિતા નું આ હોસ્પિટલ ની સારવાર માં મૃત્યુ થયા ની પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ કરી તપાસ ની માંગ કરી છે. પીએમ-જેએવાય કાર્ડ ની હાર્ટને લગતી સારવારના 153 કેસો માં બિન જરૂૂરી સારવાર કરનારી અને સરકારે સસ્પેન્ડ કરેલી જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ હોસ્પિટલ માં સ્ટેન્ટ મુકાવવાની સારવાર લેનારા એક વેપારીની તબીયત ક્યારેય ન સુધર્યાના દાવા સાથે ગત તા.1 નવેમ્બરે મૃત્યુ પામેલા વેપારીના પુત્રએ સીટી-એ ડિવીઝન પોલીસ મથકમાં અરજી કરીને તપાસ માંગી છે.
પોલીસમાં તપાસ માંગતી આ બીજી અરજી થઈ છે. આગામી દિવસોમાં વધુ લોકો હિંમત કરીને આગળ આવે તેવી શક્યતા છે. આટલા મોટા કાંડમાં સરકાર દ્વારા કોઈ કડક પગલા લેવાયા નહી હોવા નો સૂર પણ ઉઠવા પામ્યો છે.
જામનગર ના મોમાઈનગર માં રહેતા રવિ રસિકભાઈ હિન્ડોચા એ તા.21/11/25 ના સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ સામે સવાલો ઉઠાવતી અરજી કરીને જણાવ્યું છે કે, તેના પિતા હિન્ડોચા રસિકકુમાર વલ્લભદાસને સામાન્ય શ્વાસ ચડવાની તકલીફ હોવાથી તા.17/2/25 ના રોજ જામનગર ની જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. ત્યારે જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે હાર્ટ ની તકલીફ છે.માટે સ્ટેન્ટ બેસાડવું પડશે.હાર્ટ ની સારવાર - સ્ટેન્ટ બેસાડ્યા પછી બીજા દિવસે હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.
પરંતુ રસિકભાઈ ને કોઈ જાતનો સુધારો ન થયો હોવાથી તેમજ શ્વાસ ચડવાની જુની તકલીફ તો ચાલુ જ રહેતાં હોસ્પિટલમાં અવાર-નવાર દેખાડવા ગયા હતા. પરંતુ હોસ્પિટલ દ્વારા કોઈપણ જાતનો યોગ્ય જવાબ કે સારવાર અપાઈ ન હતી. સ્ટેન્ટ બેસાડવા છતાં રસિકભાઈનું તા.1/11/25 ના રોજ અવસાન થયું હતું.
આ જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ હોસ્પિટલ અંગે કોઈને ગંભીર બીમારી ન હોવા છતાં ઓપરેશની કરીને મોટા ચાર્જ વસુલતા હોય તેવું અખબારમાં આવેલું હોવાથી હિન્ડોચા પરિવાર ને પણ દહેશત છે કે, પિતા રસિકકુમારને નોર્મલ શ્વાસની બિમારી હોય અને ખોટો ડર બતાવી ને ઓપરેશન કરીને સ્ટેન્ટ બેસાડેલો હોવાની શક્યતા છે.
તેથી આ જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ અને ડોક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવવામાં આવે. જામનગરમાં પોલીસને થયેલી આ બીજી અરજી છે.
આ મામલાઓ માં સત્ય બહાર લાવવા તટસ્થ તપાસ થાય તેવી લોક અપેક્ષા રાખી રહયા છે.આ હોસ્પિટલ ના અન્ય ભાગીદારોએ તો આ કથિત કોભાંડ માંથી પોતા ના હાથ ઊંચા કરી દીધા છે.અને હાર્ટ વિભાગ ડો.પાર્શ્વ વોરા સંભળાતા હોવાથી પોતે સમગ્ર બાબત થી અજાણ હોવાનું જણાવી દીધું છે.જ્યારે સ્થાનિક સરકારી તંત્ર પણ જણાવે છે, કે પીએમજેએવાય ની કાર્યવાહી સીધી પોર્ટલ પર થતી હોવાથી સમગ્ર પ્રક્રિયાથી સ્થાનીક તંત્ર અજાણ હોય છે. જોકે આ અંગે સ્થળ પર રોજકામ કરી ને સરકાર ને મોકલી દેવામાં આવ્યું છે.